જૂનાગઢના આ ભાઇ મોબાઇલની જૂની બેટરીઓ ઉપયોગ સાઇકલ મા એવી રીતે કર્યો કે પેડલ મારવાની જરુર નથી પડતી ! ઈલેક્ટ્રીક બાઈક જેમ…જુઓ
જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેમજ ઘણી વખત વ્યક્તિ એવી એવી શોધ કર્તા હોઈ છે જે બધાજ લોકો માટે ખુબજ ઉપયોગી બની જતી હોઈ છે હાલ એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું મોંઘવારીના આ સમયમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે. એવા સમયમાં મધ્યમ અને ગરીબ વર્ગના હાલ બેહાલ છે. પેટ્રોલના વાહનના વિકલ્પમાં હવે ઇલેક્ટ્રિક વ્હીકલ આવ્યા તો છે પણ તે પ્રમાણમાં મોંઘા છે. ચાલો તમને આ વ્યક્તિની નવી શોધ વિશે વિસ્તારમાં જણાવીએ.
વાત કરીએ તો જુનાગઢની જીઆઇડીસીમાં એસી રીપેરીંગ કરતા વ્યક્તિએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. આ વેસ્ટ વસ્તુ છે આ જૂના મોબાઇલની બેટરીઓમાંથી બેટરીઓ એકઠી કરી બેટરીથી ચાલતી લીવરવાળી સાઇકલ બનાવી છે. આ સાઇકલમાં પેડલ મારવાને બદલે લીવરસી ચલાવવાની છે. બાઈકની જેમ જ લીવર દેવાથી સાઇકલની સ્પીડ વધે છે. તેમજ જુનાગઢના આ વ્યક્તિની સાઇકલ જોવા માટે અનેક મિકેનિકલ એન્જિનિયરો પણ આવી ગયા છે. હવે બજારમાં ઈલેક્ટ્રીક બાઈક તો મળી રહી છે. જેમાં લિથેનિયમ બેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કમલેશભાઈ સુરેલીયા નામની વ્યક્તિએ જે મોબાઈલ બંધ થઈ ગયા છે તે મોબાઇલની ₹120 જેટલી બેટરીઓ એકઠી કરી તેમાંથી એક બેટરી બનાવી અને આ બેટરી મારફત સાઇકલ ચલાવી રહ્યા છે. આમ તેઓએ યુસ કરેલી બેટરીઓ માંથી એક નવી બેટરી બનાવી છે.
આ સાઇકલની વાત કરીએ તો સાઇકલ 30ની સ્પીડે ચાલે છે અને એકવાર ચાર્જ કર્યા બાદ 18થી 20 કિલોમીટર સાઇકલ ચાલે છે. તેમજ બેટરીને ચાર્જ કરવા માટે પણ ઇલેક્ટ્રીક પાવરનો ઉપયોગ કરવાને બદલે તેઓ સોલાર સિસ્ટમએ પણ પોતાની જાતે જ બનાવી અને એક સોલારની પ્લેટ લગાવી છે. જેના કારણે બેટરી સાયકલની ચાર્જ થાય છે. એટલે 0 પૈસાથી સાઇકલ ચાલી રહી છે. જે ખુબજ ફાયદા કારક બાબત છે.
તો આમ કમલેશભાઈ નામની વ્યક્તિએ મોબાઇલની નકામી થઈ ગયેલી બેટરીઓમાંથી લીવરવાળી સાયકલ બનાવી અને આ સાયકલે સમગ્ર જુનાગઢ નહીં પરંતુ ગુજરાતભરના અનેક મિકેનિકલ એન્જિનિયરોને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેમજ પુરા જૂનાગઢ જિલ્લામાં તેમની આ બેટરી વળી સાઇકલની ખુબજ ચર્ચા થઈ રહૈ છે. આમ કમલેશભાઈ દરરોજ પોતાના ઘરે કે કોઈ કામ સબ ગામમાં સિટીમાં આવવા જવાનું થાય તો સાઇકલનો જ ઉપયોગ કરે છે.