અમદાવાદના આ બિઝનેસમેન અને તેના પત્ની લાખો નો બિઝનેસમેન આટોપી દીક્ષા ના માર્ગ એ ચાલશે ! આ એક કારણે….
લોકોના જીવનની વાત કરીએ તો દરેકના જીવનમાં સુખ દુઃખનો ઉતાર ચડાવ જોવા મળતોજ હોઈ છે તેમજ ઘણી વખત લોકો તેમના જીવનની શાંતિ લેવા માટે તેની સંપત્તિ મોહ માયા બધુજ ત્યાગ કરીને દીક્ષાનો માર્ગ અપનાવતા હોઈ છે. તમે ઘણી વખત જોયું હશે કે લાખો કરોડોનો બિઝનેસ હોવા છતાં પણ લોકો બધુજ ત્યાગીને શાંતિ અને દીક્ષાનો માર્ગ અપનાવતા હોઈ છે. હાલ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે. આવો તમને તેના વિશે જણાવીએ.
આ કિસ્સો અમદાવાદમાંથી સામે આવી રહ્યો છે. જ્યા વોહેરા દંપતીના બાળકોએ બે વર્ષ પહેલા દીક્ષા લીધી હતી. વાર્ષિક 70 લાખ રૂપિયાનું ટર્નઓવર ધરાવતો ઓટો પાર્ટ્સનો બિઝનેસ પ્રિયાંક વોહેરાએ આટોપી લીધો છે. હવે આ મા-બાપ આત્મસંતુષ્ટિનો માર્ગ પસંદ કરીને પોતાના બાળકો સાથે રહેશે.
વાત કરીએ તો 13 વર્ષ પહેલા પ્રેમ તેમને નજીક લાવ્યો અને તેઓ સામાજિક રિવાજો પ્રમાણે લગ્નના બંધનમાં બંધાયા. હવે આ જ પ્રેમ તેમને આધ્યાત્મિક દ્રષ્ટિએ ફરી એકવાર બાંધશે. આ વાત છે અમદાવાદના 37 વર્ષીય બિઝનેસમેન પ્રિયાંક વોહેરા અને તેમનાં 33 વર્ષીય પત્ની ભવ્યતાએ તેમનાં બાળકો સૂર (7 વર્ષ) અને સીરી (8 વર્ષ)ને પગલે સંસારનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રિયાંક વોહેરા અને તેમનાં પત્ની બુધવારે સાંસારિક મોહમાયા છોડીને સંયમના માર્ગે ચાલી નીકળશે.
તેમજ પ્રિયાંક વોહેરાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, “અમે અમારા બાળકોના પગલે ચાલી રહ્યા છીએ. અન્ય કોઈપણ ધર્મમાં સંન્યાસ લીધા પછી પોતાના બાળકો સાથે રહેવું શક્ય નથી પરંતુ જૈન ધર્મમાં તે સંભવ છે. અમે અમારા સંતાનો સાથે રહી શકીશું.” વોહેરા દંપતી બુધવારે સુરતમાં પોતાના બાળકોની હાજરીમાં દીક્ષા લેશે. અમદાવાદના રહેવાસી પ્રિયાંક વોહેરાની મુલાકાત ભવ્યતા સાથે તેમના વતન મીઠી પાલડી (દિયોદર, બનાસકાંઠા)માં એક પ્રસંગ દરમિયાન થઈ હતી. બાદમાં તેઓ પ્રેમમાં પડ્યા હતા અને 13 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. “હું 12 વર્ષનો હતો ત્યારથી જ હું દીક્ષા લેવાના વિચારથી આકર્ષાયેલો હતો. પરંતુ મારું નસીબ જુઓ કે મેં બિઝનેસ શરૂ કર્યો અને લગ્ન થયા, જે બાદ હવે હું સંસારની મોહમાયા ત્યાગવાના માર્ગે ચાલી રહ્યો છું. કદાચ અમારા ચારેયના નસીબમાં દીક્ષા લેવાનું લખેલું હશે”, તેમ પ્રિયાંક વોહેરાએ ઉમેર્યું.
કપલે જણાવ્યું કે, તેઓ ઘરે સાદું અને મર્યાદાવાળું જીવન જીવે છે. જૈન સાધુ બનવાના નિર્ણય પાછળનું કારણ જણાવતાં પ્રિયાંક વોહેરાએ કહ્યું, “આપણને માનવનો અવતાર બીજીવાર મળતો નથી. એટલે જ આપણે તેનો ઉપયોગ શ્રેષ્ઠ રીતે જીવવા માટે કરવો જોઈએ.” આમ કડક તપસ્યા અને તાલીમમાંથી પસાર થયા બાદ તેમના બાળકો દીક્ષા લઈ શક્યા હતા. વોહેરા દંપતીની દીક્ષા શહેરમાં ત્રણ દિવસના કાર્યક્રમ બાદ પૂરી થશે. આ દંપતી રત્નચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને ઉદયરત્નસૂરીશ્વરજી મહારાજના માર્ગદર્શન હેઠળ દીક્ષા લેશે.