રાજસ્થાન ની આ દીકરી એ એવું કામ કર્યું કે તેના પરિવાર અને ગામના લોકો નું મોઢું ગર્વ થી ઊંચું કરી દીધું. જાણો વધુ વિગતે.
આજના સમય મા દીકરીઓ દીકરાની સાથે કદમ થી કદમ મિલાવીને ચાલી રહી છે. દરેક ક્ષેત્ર મા દીકરીઓ આગેકુચ કરી રહી છે. સરકાર પણ દીકરીઓ આગળ આવે તે માટે પ્રયત્ન કરી રહી છે. આજે ભારત ની દીકરીઓ તમામ ક્ષેત્ર આગળ પડતી જોવા મળે છે. અને એવી જ એક ઘટના રાજસ્થાન ની સામે આવી છે.
રાજસ્થાન ના બાડમેર મા રહેતી પ્યારી ચોધરી ભારતીય સેનામાં લેફ્ટનેન્ટ ગવર્નર ના હોદ્ધા પર સિલેક્ટ થય ને તેને તેના પરિવાર અને આખા ગામનું ગૌરવ વધારી દીધું છે. તે પોતાની ટ્રેનીંગ પૂરી કરીને હાલમાં જ તેના વતન બાડમેર માં આવી છે. બાડમેર માં આવતી સાથે જ તેનું ધૂમધામ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. તે ગામમાં આવતા ની સાથે જ તેનું મારવાડી રીતરિવાજ પ્રમાણે સ્વાગત થયું હતું અને તેના સ્વાગત મા ગામના લોકો એ ગીતો ગાયા હતા.
તેને કહ્યું કે આવું સ્વાગત તે ક્યારેય ભૂલી નઈ શકે અને પોતાનું નાનપણ નું સપનું હતું કે તે સેનામાં જાય અને તેના પરિવાર ની પણ તેને ઈચ્છા પૂરી કરી છે. તે કહે છે કે આજના જમાનામાં લોકો પોતાની દીકરીઓ ને નાનપણ મા જ લગ્ન કરી દેતા હોય છે. તે તમામ લોકો ને કહેવા માંગે છે કે દીકરીઓ ને નાનપણ મા જ લગ્ન કરવાને બદલે તે જે ક્ષેત્ર માં આગળ વધવા માંગે છે તેમાં તેને પૂરો સપોર્ટ કરવામાં આવે.
તેણે નર્સરી નું શિક્ષણ પટીયાલા માં લીધું હતું ત્યારબાદ બી-એસ-સી મહારાષ્ટ્ર યુનિવર્સીટી મુંબઈ મા લીધું હતું. તેના પિતા પણ સેના મા હવાલદાર છે. અને તેના પરિવાર ના ૩૬ સભ્યો પણ સેનામાં સેવા આપી રહ્યા છે. તે જણાવે છે હવે તે સિવિલ સર્વિસ ની પરીક્ષા મા પાસ થવા માંગે છે. તે બાડમેર ની પ્રથમ મહિલા છે કે તેને સેનામાં લેફ્ટનેન્ટ ગવર્નર નો હોદ્દો મેળવ્યો હોય. તે કહે છે કે તેના પરિવાર ના સભ્ય નો પણ પૂરો સપોર્ટ હતો.