આપણા ગિરનાર પર્વત સાથે ભગવાન મહાદેવનો જોડાયેલ છે આ રોચક પ્રસંગ!! 90% લોકો નથી જાણતા આ પ્રસંગ, જાણશો તો તમે “જય ગિરનારી…
શિવજીની વિચરણ ભૂમિ એટલે ગિરનાર. ગિરનાર એ શિવ નગરી છે, જ્યાં ભવનાથ મહાદેવનું મંદિર છે. આ મંદિરમાં સ્વયંભૂ ‘ભવનાથ મહાદેવ’નું શિવલિંગ છે. આ ઉપરાંત અન્ય એક શિવલિંગ ચિરંજીવી અશ્વત્થામા દ્વારા સ્થાપિત કરવામાં આવેલ છે. પૌરાણિક સમયમાં આ શિવાલય ‘ભવેશ્વર’ ના નામે ઓળખાતું હતું અને આદિ અનાદિ કાળથી ગિરનાર મહાદેવનું નિવાસ સ્થાન છે.
ભવનાથ મહાદેવનો ઉલ્લેખ ‘સ્કંદપુરાણ’માં પણ જોવા મળે છે. આ મંદિરના સાનિધ્યમાં પવિત્ર મૃગીકુંડ પણ આવેલો છે. જેમાં મહાશિવરાત્રીના દિવસે મહાદેવ અદ્રશ્ય રૂપે સ્નાન કરવા પધારે છે. શ્રી ભવનાથ મહાદેવના દર્શન માત્રથી ભવો ભવના પાપોનો નાશ થાય છે. સૌથી ખાસ વાત એ કે, શિવજીને ગિરનાર અતિ પ્રિય છે. આજે અમે આપને જણાવીશું કે આખરે શિવજીને ગિરનાર પર્વત શા માટે પ્રિય છે?
દંતકથાને આધારે એવું કહી શકાય કે શિવજીને ગિરનારની ભૂમિ કૈલાસ પર્વતથી પણ વધુ પ્રિય છે. કૈલાશ પર્વત ત્યાગીને શિવજી ગિરનારમાં આવ્યા અને તપ કરવા બેસી ગયા.સાધનામાં તેઓ એટલા ધ્યાનમગ્ન થઇ ગયા કે, કૈલાસ પર્વત અને પરિવારને પણ ભૂલી ગયા. આ કારણે માતા પાર્વતીજી તેત્રીસ કોટી દેવી-દેવતાઓ સાથે શિવજીને શોધવા નીકળી ગયા અને ગિરનારના સાનિધ્યમાં આવ્યાં.
ગિરનારને તપોભૂમિ તરીકે પસંદ કરીને શિવજી ભવનાથ રૂપે બિરાજમાન થઈ ગયા, જેથી દેવી પાર્વતી ગિરનારની ગોદમાં અંબાજી રૂપે બિરાજમાન થયા અને તેત્રીસ કોટી દેવી-દેવતાઓને ગિરનારના સાનિધ્યમાં વાસ ક૨વાનું કહ્યું. આ જ કારણે ગિરનાર પર્વતના કણ કણમાં દિવ્યતા અનુભવાઈ છે.