શ્રી રામ લલ્લાના આભૂષણો બનાવ્યાં આ પરિવારે! 130થી વરસથી આ પરિવાર સોનાના આભૂષણો બનાવે છે, જાણો વિગતે….
અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં વિરાજેલા રામલલાના બાળ સ્વરૂપને નિહાળીને સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા. શ્રી રામજીનું આ સ્વરૂપ અતિ દિવ્ય અને અલૌકિક છે. રામલલાને દિવ્ય વસ્ત્રો અને આભૂષણોનો પહેરવામાં આવેલા. રામલલાના આભૂષણોનું નિર્માણ પણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે.
ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ આભૂષણો કોને બનાવ્યાં છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે આભૂષણોમાં શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આભૂષણોની ડિઝાઇન આધુનિક અને પરંપરાગત બંને છે. આભૂષણોનું નિર્માણ લખનઉના હરસહાઈમલ શ્યામલાલ જ્વેલર્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ પેઢી ૧૮૯૩થી સોનાના આભૂષણો બનાવે છે.
આ પરિવારની પાંચમી પેઢી એટલે કે, મોહિત આનંદ અને અતુલ આનંદ એ આ સોનાના આભૂષણો બનાવ્યાં છે.
હરસહાઈમલ શ્યામલાલ જ્વેલર્સ દ્વારા તૈયાર થયેલ રામ લાલાના રત્ન જડિત તાજ અને સંપૂર્ણ 14 જ્વેલરી બનાવી છે. લગભગ 15 દિવસ પહેલા શ્રી રામ મંદિર ટ્રસ્ટે જ્વેલર્સનો સંપર્ક કર્યો હતો.
ભગવાન રામની જ્વેલરીમાં 15 કિલો સોનું અને લગભગ 18,000 હીરા અને નીલમણિ જડેલા ઘરેણાં છે. જેમાં ભગવાન રામનું તિલક, મુગટ, 4 નેકલેસ, કમરબંધ, બે જોડી પાયલ, વિજય માલા, બે વીંટીનો સમાવેશ થાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.