આ ફળહારી બાબાએ ૩૪ વર્ષ સુધી અન્નનો દાણો મોઢામાં નથી નાંખ્યો કારણ છે ખૂબ જ રસપ્રદ….
અયોધ્યામાં શ્રી રામ આગમન સાથે અનેક ભાવિ ભક્તોની આકરી ટેક પુરી થશે. અનેક ભક્તોએ પોતાની આંખોમાં એક સપનું સેવ્યું હતું કે પ્રભુ શ્રી રામ ભવ્ય મંદિરમાં બિરાજમાન થાય.500 વર્ષ બાદ પ્રભુ શ્રી રામ જ્યારે હવે પોતાના ગર્ભગૃહમાં બિરાજમાન થશે ત્યારે દરેકના સંકલ્પ પરિપૂર્ણ થશે. ભારત ભરમાં દિવાળીનો માહોલ સર્જાશે.
શ્રી રામ આગમનની સાથે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના ફળાહારી બાબા ની પણ માનતા પુરી થશે. ચાલો અમે આપને જણાવીએ કે ફળાહારી બાબાએ શું પ્રતિજ્ઞા લીધી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે,બાબાએ 13 વર્ષની ઉંમરે વૈરાગ્ય લીધું હતું. પછી તેઓ પાસના ગામ લોનારપુર સ્થિત માતા ભુવનેશ્વરી પીઠના દંડી સ્વામી દેવાશ્રમના શિષ્ય બન્યા હતા.1988માં તેઓ બજરંગ દળના બ્લોક સંયોજક પણ બન્યા હતા
12 ઓક્ટોબર 1989ના રોજ સવારે પોલીસે તેમને ગિરફતાર કર્યા હતા. બીજા દિવસે તેમને રાયબરેલી જેલમાં મોકલવામાં આવ્યા હતા તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાયબરેલી ક્રોસિંગ પર મસ્જિદ ગરિબાના કરી રહ્યો હતો, જે ખોટું હતું. ત્યારબાદ તેમણે 17 ઓક્ટોબરના રોજ જેલમાં જ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતું નથી અને રામલલા વિરાજમાન નથી થતા, ત્યાં સુધી તેઓ અન્નનો એક દાણો પણ ગ્રહણ નહીં કરે.
આ પ્રતિજ્ઞા આખરે 34 વર્ષ બાદ પુરી થશે અને તેઓ 34વર્ષ બાદ અન્ન ગ્રહણ કરશે કારણ કે 34 વર્ષ સુધી તેમણે માત્ર ફળહાર જ પોતાનું જીવન જીવ્યું છે. ખરેખર જે રીતે શબરીને વિશ્વાસ હતો કે રામ આવશે બસ એજ વિશ્વાસ સૌ હિંદુઓને હતો અને આ કારણે 500 વર્ષ બાદ પ્રભુ શ્રી રામ આવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.