સ્માર્ટ સિટીને ટક્કર આપે એવું છે આ ગુજરાતનું ડીજીટલ ગામ! સુવિધાઓ જોઈને અહીં જ રહેવાનું મન થશે…જાણો ક્યાં આવેલું છે આ ગામ!
ગુજરાતમાં અનેક ગામોમાં આવેલ છે, ત્યારે આજે અમે આપને એક એવા ગામ વિશે જણાવીશું કે જાણીને ચોંકી જશો. ખરેખર આ ગામ ખૂબ જ ખાસ છે અને આ ગામની દરેક વાતો જાણીને ચોંકી જશો તમે..વાત જાણે એમ છે કે સાબરકાંઠાના તલોદ તાલુકાનું પુંસરી ગામ જેને ગુજરાતનું પ્રથમ ડિજિટલ ગામ તરીકે પણ માનવામાં આવે છે.
પુંસરી ગામ સાબરકાંઠા જ નહીં સમગ્ર ગુજરાત માટે વિકાસનું રોલ મોડેલ સાબિત થયું છે. આ ગામમાં અન્ય કોઈ પણ ગામ કરતા સૌથી વધુ અને અનોખી સુવિધાઓ ઉપલબ્ધ છે.જ્યારે વર્ષ 2006માં તેઓ ગામના સરપંચ બન્યા ત્યારે ગામમાં કોઈ પણ પ્રકારની સુવિધા ન હતી. પોતાની જમીન વેચ્યા બાદ તેમાંથી જે મૂડી આવી તેનાથી તેમણે સરપંચ તરીકે તે રૂપિયાને ગામના વિકાસમાં ખર્ચવાનું નક્કી કર્યું.
પુંસરી ગામમાં 35 જેટલા સીસીટીવી કેમેરા સજ્જ છે. કેમેરાના ડરથી ગામમાં કોઈપણ વ્યક્તિ કે બહારની કોઈ વ્યક્તિ કે ચોર ગામમાં કોઈ પણ હલચલ કરતા ડરે છે અને છેલ્લા 15 વર્ષથી ગામમાં કોઈ નાની મોટી ચોરીનો બનાવ પણ બન્યો નથી.પંચાયત દ્વારા ગામમાં ચાર સફાઈ કર્મીઓ નીમવામાં આવ્યા છે.
ગ્રામજનોમાં પણ સરપંચના પ્રયત્નોથી એટલી શિસ્ત આવી ગઈ છે કે દરેક વ્યક્તિ પોતાના ઘરનો કે અન્ય કચરો કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખે છે. અને તેઓ પણ ગામમાં સ્વચ્છતા જાળવી રાખવા માટે પ્રયત્નનો ભાગ બની રહ્યા છે.
6000 જેટલી વસ્તી ધરાવતા ગામમાં મોટાભાગના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન છે.અને પશુપાલન કરતા લોકોને સાંજે દૂધ ભરાવવા દૂધ મંડળી સુધી જવા માટે શેરીના નાકે નાકે બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં બેસીને પશુપાલકો દૂધ ડેરી સુધી અવરજવર કરી શકે.
ગામમાં ગુજરાત સરકારની પ્રાથમિક શાળા એવી છે જાણે કે કોઈ પ્રાઇવેટ શાળામાં આવી ગયા હોય.શાળાના દરેક વર્ગમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે. વાલી ઘરે બેઠા પણ પોતાનું સંતાન શાળામાં શું પ્રવૃત્તિ કરી રહ્યું છે,તેના પર નજર પણ રાખી શકે અને જોઈ શકે.
પુંસરી ગામને રાષ્ટ્રપતિ અને રાજ્યકક્ષાના સ્વચ્છતા તથા ડિજિટલ ગામ માટેના એવોર્ડ પણ મળી ચૂક્યા