દુનિયાનો પેહલો આવો ચોકવી દેતો કિસ્સો!! મહિલાના મગજમા જ આ જીવ ઘર કરીને બેસી ગયું હતું, તબીબોએ તપાસ્યુ તો તબીબોના હોશ ઉડ્યા…
નાના જીવજંતુઓને પણ સામાન્ય ન ગણવા જોઈએ. હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના અંગે જાણીને તમારું મન હચમચી જશે. તબીબોના મતે આ દુનિયાનો પ્રથમ કેસ છે. આ બનાવ અંગે જાણવા મળ્યું છે કે, 64 વર્ષની મહિલાના મગજમાં એક જીવંત કીડો મળી આવ્યો છે, જેને જાણીને તેની સારવાર કરી રહેલા ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
પણ સામાન્ય ન ગણવા જોઈએ. હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના અંગે જાણીને તમારું મન હચમચી જશે. તબીબોના મતે આ દુનિયાનો પ્રથમ કેસ છે. આ બનાવ અંગે જાણવા મળ્યું છે કે, 64 વર્ષની મહિલાના મગજમાં એક જીવંત કીડો મળી આવ્યો છે, જેને જાણીને તેની સારવાર કરી રહેલા ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
વર્ષ 2021થી મહિલાની સારવાર ચાલુ કરી ત્યારથી ડોક્ટરો મહિલાની સ્ટીરોઈડ અને અન્ય દવાઓથી સારવાર કરી રહ્યા હતા. પેટમાં દુખાવો, ન્યુમોનિયા, તાવ, સૂકી ઉધરસ અને રાત્રે પરસેવો જેવા ઘણા લક્ષણો મહિલામાં દેખાતા હતા.વર્ષ 2022 માં, મહિલામાં ભૂલી જવા અને ડિપ્રેશનના લક્ષણો દેખાવા લાગ્યા. જે બાદ ડોક્ટરોએ મહિલાના મગજનું એમઆરઆઈ સ્કેન કર્યું હતું. જેમાં તેમને ખબર પડી કે કંઈક ખોટું છે.
આ પછી ડોક્ટરોએ તેને સર્જરી કરાવવાની સલાહ આપી. પરંતુ આ પછી રિપોર્ટમાં જે બાબતો સામે આવી તે જોઈને બધા ચોંકી ગયા. ડોક્ટરોને ખબર પડી કે મહિલાના મગજમાં જીવતો કીડો છે જોવા મળ્યો.
આ કીડો લગભગ 3 ઇંચ લાંબો અને તેજસ્વી લાલ રંગનો પરોપજીવી રાઉન્ડવોર્મ હતો, ખાસ વાત એ કે આ કિડો માણસોમાં નથી પરંતુ સાપમાં જોવા મળે છે. ચર્ચાનો વિષય એ હતો કે આ કીડો મહિલાના શરીરમાં કેવી રીતે પહોંચ્યો. નિષ્ણાતોનું માનવું છે કે એવું બની શકે છે કે આ કીડાનું ઈંડું ‘પાલક’ જેવી કોઈ ખાદ્ય ચીજ પર આવી ગયું હશે જેને મહિલાએ ખાધી છે.
અને તે થકી જ મહિલાના શરીરમાં કીડા પ્રવેશ્યા હશે. કારણ કે મહિલા ખાવા માટે તેના ઘરે પાલક ઉગાડે છે અને તેમના ઘર પાસે એક તળાવ છે, જ્યાં સાપ પણ વસવાટ કરે છે. જેથી દરેક વ્યક્તિ ખાસ કોઈપણ પ્રકારના શાકભાજી સાફ કરીને ઉપયોગમાં લેવા.