આ છે ગુજરાતનું એવુ મંદિર જ્યાંની માત્ર ચાની પ્રસાદી ગ્રહણ કરતા હરસમસાની તકલીફ દૂર થાય છે…
ગુજરાતની પાવન ધરામાં તથા ભારત ભરમાં અનેક માતાજીનાં અને દેવ સ્થાન આવેલા છે, જ્યાં વ્યક્તિના જીવનના દરેક દુઃખડાઓ અને શારીરિક સમસ્યાઓ જળમૂળથી દૂર થઈ જતી હોય છે. આજે અમે આપને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં માત્ર ચાની પ્રસાદી લેવાથી હરસ-મસાની તકલીફ જડમૂળથી દુર થઇ જશે. ખરેખર આ મંદીરમાં અનેક દુઃખીયાઓ આવ્યાં છે જેમની હરસ મસાની તકલીફ દૂર થઈ છે.
ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ પવિત્ર મંદિર ક્યાં ગામમાં આવેલ છે અને આ મંદિરમાં કયા માતાજી બિરાજમાન છે? ખરેખર આ મંદિર આજે અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. તમને જણાવી દઈએ કે, આ મંદિરજામકંડોરણા પાસે આવેલ જશાપર ગામે આવેલું છે.
આ મંદિરના ગર્ભગૃહમાં શ્રી હરસિદ્ધિ માતાજી હાજરા હજુર બિરાજમાન છે. દિવસેને દિવસે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે. માતાજીના સાનિધ્યમાં ભક્તોની કેટલીય બીમારીઓ માતાજીના આશીર્વાદથી જ દૂર થઇ જાય છે. ખાસ કરીને રવિવાર અને શુક્રવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે.
ખાસ કરીને હરસની તકલીફ હોય તેવા વ્યક્તિઓને માતાજીના આ મંદિરમાં ચાની પ્રસાદી આપવામાં આવે છે. આ ચા નીચે બેસીને પીવાની હોય છે.હરસની ગમે તેવી સમસ્યાથી કાયમી છુટકારો મળે છે. ભક્તો રોજે રોજ માતાજીના દર્શને આવે છે અને તેમના દુઃખ દૂર કરીને માતાજી મનોકામનાઓ પણ પુરી કરે છે. ખરેખર આ મંદિરમાં અનેક દર્દીઓની તકલીફ દૂર થઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.