ગુજરાતનું આ છે અનોખું મંદિર, જ્યાં માતાજીને ધરવામાં આવે છે પિઝ્ઝા,સેન્ડવીચ જેવું ફાસ્ટફૂડ.. કારણ છે ખુબ રોમાંચિત… જાણો
આપણે પત્યાં પરંપરા રહી છે કે, ભોજન ગ્રહણ કરતા પહેલા ભગવાનને ભોગ ધરવો જોઈએ કારણ કે આપણે જે પણ અન્નગ્રહણ કરીએ છે તે ભગવાનની જ દેન છે, જેથી કરીને આપણે ભગવાનને તો અવશ્ય ભોગ ધરવો જોઈએ. વાર તહેવાર અને ઉત્સવો દરમિયાન અનેક મંદિરોમાં છપ્પન ભોગ ધરવામાં આવે છે. આજે અમે આપને એક એકે માતાજીના મંદિર વિષે જણાવીશું કે જ્યાં મંદિરમાં માતાજીને ફાસ્ટફૂડ ધરવામાં આવે છે.
આ અનોખું મંદિર ક્યાં આવેલું છે અને ફાસ્ટફૂડ ધરવાનું શું મહત્વ છે તે પણ અમે આપને વિગતવાર જણાવીશું. આ દિવ્ય અને અનોખું મંદિર રાજકોટ શહેરના રજપૂતપરામાં આવેલું છે. આ મંદિરના ગર્ભગૃહમાં જીવંતિકા માતાજી બિરાજમાન છે, આ માતાજીને પ્રસાદમાં પિત્ઝા, બર્ગર, દાબેલી, સેન્ડવિચ, પાણીપૂરી, ક્રિમરોલ, કોલ્ડ્રીંક્સ સહિતની ફાસ્ટફૂડની વાનગીઓ ઘરવામાં આવે છે.
આ મંદિર 51 વર્ષ પહેલાનું છે, તમને જણાવી દઈએ કે જીવંતિકા માતાજી બાળકોના માતાજી છે, આ કારણે માતાજીને પ્રસાદ ધરતા પહેલા બાળકોને પૂછવામાં આવૅ છે કે તેમને શું ભાવે છે અને બાળકો જે વાનગીઓ કહે તે માતાજીને પ્રસાદ સ્વરૂપે ધરાવવામાં આવી છે. મંદિર ટ્રસ્ટનું માનવું છે કે બાળકો ખુશ થાય તો માતાજી પણ ખુશ થાય અને આ કારણે માતાજીને બાળકોને પસંદ હોય તે જ વાનગી પ્રસાદ રૂપે ધરવામાં આવે છે. સૌથી ખાસ વાત એ છે કે આ મંદિરમાં કોઈપણ પ્રકારનું દાન કે ફાળો લેવામાં આવતો નથી.
આ મંદિરમાં કોઈપણ પ્રકારનું દાન આવે તો તે દાનમાંથી સેવાકીય પ્રવુતિ કરવામાં આવે છે. આ પૈસામાંથી જરૂરિયાતમંદ લોકોને અનાજ વિતરણ કરવામાં આવે છે તેમજ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ગંગા સ્વરૂપા બહેનોને ભોજન કરાવવામાં આવે છે તેમજ ભેટ રૂપે સાડી આપવામાં આવે છે. કોઈ શ્રદ્ધાળુ અનાજ કે, પૈસાનું દાન કરી જાય તો અનાજને એક એક કિલોના પેકેટ બનાવીને ગરીબોને દાન આપવામાં આવે છે.
અને જે પૈસા એકઠા થાય તેનાથી મંદિર દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ગંગા સ્વરૂપ વિધાવા બહેનોને સાડી આપવામાં આવે અને ભોજન કરાવવામાં આવે છે. આ મંદિરની સૌથી ખાસ વિશિષ્ટતા એ છે કે મંદિરમાં શુકન કે અપશુકનને માન્યતા નથી. જીવંતિકા માતાજી સૌનું હારું કરે છે અને શ્રદ્ધાળુઓ પણ નિત્ય માતાજીના દિવ્ય દર્શન પ્રાપ્ત કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.