ભારતના આ દેશી યુવકના પ્રેમમાં ઘાયલ થઇ ઈટલીની આ સુંદરી ! પ્રેમી માટે ભારત આવી અને કર્યા હિંદુ રીતીરીવાજે લગ્ન, પ્રેમકહાની….
હાલમાં ભારતમાં એવી ઘટના ઘટી રહી છે કે, દેશ વિદેશની યુવતીઓ ભારતીય યુવકના પ્રેમમાં પડી રહી છે. હાલમાં જ ભારતના દેશી યુવકના પ્રેમમાં ઘાયલ થઇ ઈટલીની સુંદરી યુવતી પ્રેમી માટે ભારત આવી અને કર્યા હિંદુ રીતીરીવાજે લગ્ન. ખરેખર આ ઘટના હાલમાં ચારો તરફ ચર્ચાઈ રહી છે, પ્રેમ કહાનીનો આ અનોખો કિસ્સો અમે આપને વિગતવાર જણાવીએ. આ અનોખી ઘટના યુપીના જૌનપુરના જલાલપુરમાં બની છે. પ્રેમી પંખીડાએ ઐતિહાસિક ત્રિલોચન મહાદેવ શિવ મંદિરમાં યુવકે ઈટાલિયન યુવતી સતાહૈ હિન્દૂ રિતીરિવાજ પ્રમાણે લગ્ન કર્યા.
આ અનોખી પ્રેમ કહાની વિષે જાણીએ તો વારાણસી જિલ્લાના ફુલપુરના કારખિયાંવ ગામના રહેવાસી અખિલેશ વિશ્વકર્માએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. અખિલેશ 2016થી કતાર એરવેઝમાં કેવિન ક્રૂ તરીકે કામ કરી રહ્યા છે. અખિલેશે જણાવ્યું કે 2022માં તે કતારમાં સોક વકીફની એક હોટલમાં મિત્રની બર્થડે પાર્ટીમાં ગયો હતો. અહીં તેની મુલાકાત ઈટાલીની તાનિયા પબ્લિકો સાથે થઈ. આ પછી બંને મળતા રહ્યા. થોડા જ દિવસોમાં મિત્રતાનો સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો.
તા.1 માર્ચ, 2023 ના રોજ, બંને યુરોપ ગયા અને તેમના મિત્રોની હાજરીમાં જ્યોર્જિયામાં લગ્ન કર્યા. અખિલેશે કહ્યું કે જ્યારે હું તાનિયા પબ્લિકોને પહેલીવાર મળ્યો ત્યારે તે કતારની એક સ્કૂલમાં અંગ્રેજી શિક્ષક હતી. આજે પણ તે ત્યાં કામ કરે છે. તેમની ઈચ્છા મારી જન્મભૂમિ કાશી જોવાની હતી, પછી વિઝા મળ્યા પછી તેઓ તેમના ગામ આવ્યા.
તાનિયા ઈચ્છે છે કે તેને ભારતીય નાગરિકતા મળવી જોઈએ, આ માટે તાનિયાનું OCI કાર્ડ લગભગ બે વર્ષ પછી બનશે. તેને મત આપવાના અધિકાર સિવાય ભારતીય હોવાના તમામ અધિકારો મળશે.યુવતી નો આખો પરિવાર અમેરિકામાં રહે છે. સૌથી ખાસ વાત એ છે કે, અખિલેશ એક વિદેશી મહિલા સાથે લગ્ન કર્યા હોવા છતાં કારખિયાંવ ગામ અને તેમનો પરિવાર ખુબ જ ખુશ છે. સૌ આ લગ્નમાં રાજીખુશી હાજર રહ્યા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.