આ નાની એવી ક્યૂય ઢીંગલીએ કોયલ જેટલું મીઠુ ગુજરાતી બોલી!! એક વખત વિડીયો જોઈ તમારું પણ મન નહીં માને બીજી વખત જોશો જ… જુઓ વિડીયો
સોશિયલ મીડિયા પર બાળકોના ખૂબ જ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે, ( New viral video )હાલમાં એક બાળકીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ બાળકીની બોલી (kids speech ) સાંભળીને તમે પણ આશ્ચયમાં મુકાઈ જશો કે આ ઉંમરે આટલું બધું બોલતા કોના પાસેથી શીખી હશે? એ વાત તો 100 % સાચી કે ગુજરાતીઓને (Gujarati)બોલતા શીખવવું ના પડે પરંતુ હવે તો નાની વયે બાળકો એવું બોલતા શીખી જાય કે મોટી ઉંમરના લોકો પણ આવું બોલતા ન હોય.
આ વિડીયોમાં તમે જોઇ શકશો કે છોકરી ગાર્ડનમાં (Girl in Gradren)ફરી રહી છે અને ત્યારે જ છોકરીની મા પૂછે કે ” વિહા પાર્કમાં શું થયું તું? હું તો પાર્કમાં એકલી હતી મને નોતી ખબર દાદી મને એકલી મુકીને વ્યા ગયા તા. પાર્કમાં મને કોઈ કહે તું મને બહુ ગમે મારા ઘરે ચાલ. મેં તો ના પાડી કે મારે પોતાનું ઘર છે અને ત્યાં મારી પોતાની મા છે. ખરેખર આ બાળકીનો બોલવાનો અંદાજ જોઈને તમે હસવું નહીં રોકી શકો.
આ બાળકીની બોલી જોઈને ખરેખર એટલું તો દરેક વ્યક્તિને સમજાઈ જશે કે આ બાળકીને બોલવામાં કોઈ ન પહોંચી શકે અને આ બાળકીની ભાષાનો (Gujarati language) લહેકો પણ એટલો સરસ છે કે, વારંવાર આ વીડિયો જોવાનું મન થાય. આ વીડિયોમાં લખ્યું છે કે અરે આ તો જો બટક બોલકી ” મારી પોતાની મા છે મા ” ખરેખર જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ બ્લોગ પણ જરૂરથી શેર કરજો.