સુરત ના આ પાટીદાર પરીવારે માનવતા નો અલગ જ દાખલો બેસાડયો ! કર્યુ એવુ કામ કે વખાણ કરતા થાકી જશો….. જાણો વિગતે
માનવસેવા એ જ પ્રભુ સેવા છે અને આ જગતમાં ઈશ્વરે દરેક માનવીઓને એક સમાન ગણ્યા છે. આપણે જાણીએ છે કે, આજના સમયમાં દરેક વ્યક્તિને કોઈના કોઈ સાથે સંબંધ હોય છે પરંતુ એ સંબંધ લોહીનો હોય કે પછી મિત્રતાનો પરંતુ આ સંબંધ લાગણીથી બંધાયેલ હોય છે. આજે અમે આપને એક એવો લાગણીશીલ સંબંધ જણાવીશું જે, ખૂબ જ પ્રેરણાદાયક અને હદયસ્પર્શી છે.
સુરત શહેર અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે તે કામ વાળા એ તેના શેઠ શેઠાણી સેવા કરતા હોય છે પરંતુ આ એક એવો પહેલો કિસ્સો છે કે એક શેઠ શેઠાણી કામવાળી ની સેવા કરી રહ્યા છે, જાણે તેમના ઘરના સભ્ય જ હોય. ખરેખર આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. કહેવાય છે ને કે આ જગતમાં લાગણી જ લોકોને એક બીજા સાથે જોડી રાખે છે.
લાગણી વિનાનો માણસ એ આ દુનિયામાં એક પથ્થર સમાન છે, ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ શેઠ શેઠાણી વૃદ્ધ કામવાળા માજીની સેવા શા માટે કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અડાણજમા રહેતા પાટીદાર પરિવારના ઘરમાં છેલ્લા 40 વર્ષથી રાજુબેન ગામી એ કામ કર્યું પરંતુ એક એક કામવાળી તરીકે નહિ પરંતુ એક ઘરના સભ્ય તરીકે જ કારણ કે દરેક પરિસ્થિતિમાં તેઓ તેમની સાથે જ રહ્યા અને શેઠ શેઠાણીના સંતાનોને પણ તેમણે જ મોટા કર્યા.
આજે રાજુબેનની ઉંમર 90 વર્ષની છે, પરંતુ આ ઉંમરે હાલમાં જ તેમની પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાથી શેઠ અને શેઠાણી બન્ને તેમની સેવા ચાકરી કરી રહ્યા છે, જાણે તેમની સાથે લોહીનો જ સંબંધ હોય. ખરેખર આ પાટીદારે માનવતાનો એમ ઉત્તમ દાખલો બેસાડ્યો છે, આવું ભાગ્યે જ જોવા મળે છે. આ હદયસ્પર્શી કિસ્સો જોઈને તમને એ સમજાય જાય છે કે, આ જગતમાં લાગણી જ મહામૂલ્ય છે, કોઈ વ્યક્તિ સાથે તમે સારા સંબંધ કેળવશો એ જ અંતે તમને કામ લાગશે.
આજના સમયમાં લોહીના સંબંધો પણ પૈસા અને મિલકત માટે તૂટી જતા હોય છે, ત્યારે આ સંબંધ ખરેખર કેટલો અતૂટ કહેવાય, આજે રાજુ બહેન જ્યારે જીવનના અંતિમ પડાવ પર છે, ત્યારે આ શેઠ શેઠાણી ખરેખર ખૂબ જ સારી રીતે સંભાળ રાખી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.