હોળી સમયે અંબાલાલ પટેલ એ કરેલી આ આગાહી સાચી પડી રહી છે ??? જાણો શુ આગાહી હતી
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અંબાલાલ પટેલની (ambalal patel ) આગાહી ક્યારેય પણ ખોટી નથી પડી, ગુજરાતમાં અત્યાર સુધીમાં જે પણ આગાહી તેમણે કરી છે, તે મોટેભાગે સાચી જ પડી છે. હાલમાં ગુજરાતમાં (Gujarat ) જે રીતે વાતાવરણ બદલાયું છે, તે જોઈને અંબાલાલ પટેલે હોળી સમય કરેલ આગાહી યાદ આવી રહી છે. દર વર્ષે અનેક અનુભવી લોકો હોળીની ઝાળને જોઈને આખા વરસનું અનુમાન લગાવી લેતા હોય છે, ત્યારે અંબાલાલ પટેલે પણ આ વર્ષે હોળીની ઝાળ જોઈને આગાહી કરી હતી કે (holi)આવનાર વર્ષ કેવું હશે અને વાતાવરણ કેવું રહેશે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે તેમને કઈ આગાહી કરી હતી.
હોળીની ઝાળના ના આધારે હવામાનના જાણકાર આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વખતે વરસાદ સારો રહેશે. હોળીમાં હવા ની દિશા વાયવ્ય તરફ ની હતી. જેથી તેમણે ગરમી અંગે કહ્યું હતું કે,(saurashtra ) સૌરાષ્ટ્ર કચ્છ અને અમદાવાદ જેવા વિસ્તાર માં ગરમી નો કહેર જોવા મળશે. જેને લઈને થોડા જ દિવસો માં તાપમાન 47 ડિગ્રી ને પાર પણ જાઇ શકે છે. આ આગાહી પણ સાચી પડી છે, આપણે જાણીએ છે કે અમાદાવાદ અને સૌરાષ્ટ્રમાં ગરમીનો કહેર હતો અને થોડા સમય પહેલા જ તેમણે હિટવેવની આગાહી કરી હતી.(Hitwave)
અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું હતું કે, વાવાઝોડા ના સામના કરવા પડશે. તેમની આગાહી પ્રમાણે એપ્રિલ, મે અને જૂન મહિનામાં વાવાઝોડા નો પ્રકોપ જોવા મળશે ઉપરાંત વાવાઝોડા બાદ વરસાદ પણ અનિયમિત રહેશે અંબાલાલ પટેલની આ આગાહી પણ સાચી પડી છે, હાલમાં જ બિપોરજોય નામનું વાવાઝોડું આવી રહ્યું છે અને તેની અસર પણ 15 જૂન સુધી રહેશે. જેથી કરીને આ વર્ષે ચોમાસુ મોડું રહેશે. (Biporjoy)
અંબાલાલ પટેલે હોળી દરમિયાન, હીટવેવ, વરસાદ અને વાવાઝોડા અંગે જે આગાહી કરી તે ખરેખર મહદંશે સાચી પડી રહી છે, ખરેખર તેમના અનુભવ અને જ્ઞાનના આધારે આગાહી કરે છે, આખરે તેમને આગાહી પણ ખરી સાબિત થાય છે.વિટીવી ન્યુઝ આધારે જાણવા મળ્યું છે બિપોરજોય નામના વાવાઝોડાને કારણે આગામી 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર પર વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી શકે છે. (Sea) ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં આ વાવાઝોડાની અસર થશે.અંબાલાલ પટેલે જે હોળીના સમયે વાવાઝોડાની વાત કરી તે સાચું પડ્યું. આગામી સમયમાં ચોમાસુ પણ કેવું રહે તે જોવાનું રહ્યું.(moonsoonjune)