Gujarat

રાજકોટ થી નજીક આવેલું છે મીની ઉત્તરાખંડ જેવુ આ ગામ ! પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે…જુવો તસ્વીરો

શું તમને ચોમાસાની ઋતુનો આનંદ માણવાનો અનેરો શોખ છે? કુદરતી સૌંદર્ય થી ભરપૂર લીલી વનરાજી અને પર્વતોમાંથી વહેતા ઝરણાઓ અને ચારો તરફ વાદળો થી ઘેરાયેલ એ રમણીય સુંદરતા તમારે જો માણવી હોય તો તમારે સૌરાષ્ટ્રનું મીની ઉત્તરાખંડ ગણાતું ઓસમ ડુંગરની મુલાકાત અચૂ લેજો. ગુજરાતના સૌથી સુંદર હિલ સ્ટેશન પૈકી એક આ હિલ સ્ટેશન છે.

આ સ્થાન કુદરતી સૌંદર્ય થી ભરપૂર ની સાથે આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.ઓસમ ડુંગર પહોંચવા માટે એસટી બસ કે ખાનગી વાહન દ્રારા ધોરાજી થી પાટણવાવ જઈ શકાય છે. જેનું અંતર રાજકોટ થી આશરે ૧૦૯ કી.મી જેટલું થાય છે. આ સ્થળની મુલાકાત માટે ચોમાસાની ઋતુ શ્રેષ્ઠ છે.

સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે આ ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે. પાંડવો વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રોકાયા હતા. એમની માન્યતા પ્રમાણે પાંડવોના વનવાસ દરમિયાન હિડમ્બા પણ આજ ઓસમ પર્વત પર રહેતી હતી, તેથી ભીમની આંખ તેની સાથે લડી ગઈ હતી. બન્નેના પ્રેમ-મિલાપ વેળાએ ભીમે હિડમ્બાને હિચકો જોરથી નાંખતા, હિડમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી.

તળેટીમાં પડતા હિડમ્બાના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજે પણ તળેટીમાં મોજુદ છે.આ ઉપરાંત પાંડવોએ બાંધેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર તેમજ તેની પાસે આવેલો પાણી ભરેલો હોજ, જેમાં સતત પાણી ડુંગર પરથી ટપક્યા કરે છે. આ ઉપરાંત પટાંગણમાં આવેલી ભીમની થાળી આજે પણ જોઈ શકાય છે. જો કે કાળક્રમે આ ભીમ થાળી આડી થઈ ગઈ છે.

ઓસમ ડુંગર મહાભારતના સમયકાળ દરમિયાન માત્રી માતાજી છત્રેશ્વરી માતાજીના નામથી ઓળખાતો. આ પર્વતની શિલાઓ સીધી, સપાટ અને લીસ્સી હોવાથી માખણિયા પર્વત તરીકે પણ જાણિતો હતો. વિહંગાલોકન કરતા ૐ આકારનો પર્વત દૃષ્ટીમાન થતાં ઓમ+ સમ=ઓસમ પર્વતના નામથી વર્તમાન સમયમાં ઓળખાય છે. આ ઓસમ ડુંગરની તળેટીમાં શિવજીની દિવ્ય પ્રતિમા છે. હાલમાં ચોમાસાની ઋતુમાં ઓસમ ડુંગર તમને અદ્ભૂત અનુભવ કરાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!