વધુ એક વાવાઝોડાનો ખતરો ?? જાણો “બિપોરજોય” વાવાઝોડા ની અસર ગુજરાત પર કેટલી થશે ?? 12 જુન…
હાલમાં જ હવામાન વિભાગ દ્વારા ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે. આપણે જાણીએ છે કે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છવાયેલું હતું પરંતુ બીપોરજોય નામના વાવાઝોડા અંગે ખાસ માહિતી આપવામાં આવી છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે આ વાવાઝોડું ગુજરાતમાં આવશે કે નહીં? જો આવશે તો ક્યાં વિસ્તારને સૌથી પહેલા લાગું પડશે.
વીટીવી ન્યુઝ દ્વારા જાણવા મળ્યું છે કે, બિપોરજોય 8 તારીખે વાવાઝોડું આકાર લઈ આગળ વધશે અને સારા સમાચાર એ છે કે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાઈ. જેથી કરીને ગુજરાત પર વાવાઝોડું નહીં ત્રાટકે. .બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. હાલની સ્થિતિએ વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ 13 થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયા કિનારે વાવાઝોડાનો ખતરો છે.
આ કારણે તા.12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા તરફ વરસાદ થઈ શકશે. તેમજ તા.10 જૂન આસપાસ ગુજરાત પાસેથી પસાર થતાં જ ગુજરાતના દરિયા કિનારેની આસપાસ અસર થઈ શકે છે. આ કારણે ઉના, વેરાવળ, માંગરોળ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે તેમજ 12 જૂન વાવાઝોડું પાકિસ્તાનમાં ત્રાટકશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.