સોનું લેવા માટે સોના જેવો સમય ?? સોનુ 3000 રુપીઆ સસ્તુ થયું…જાણો શુ છે નવો ભાવ ??
અત્યારે ચોમાસાની રૂતુ શરૂ થઈ ગઈ છે ત્યારે ચારેબાજુ વરસાદી માહોલ જોવા મળી જાય છે સાથે જ દેશ ભરમાં અત્યારે લગ્ન ની સીજન પણ જોવા મળી રહી છે આથી લોકો પોતાના પ્રસંગોમાં સોના ચાંદીની ખરીદી તો આવશ્ય કરતાં જ હોય છે ત્યારે દેશભરમાં સોના ચાંદીના ભાવમાં રોજબરોજ વધ ઘટ જોવા મળી જાતિ હોય છે.જેના કારણે ઘણીવાર માનવંતા ગ્રાહકોના ચહેરામાં લગ્ન ની ખુશી કરતાં મુંજવણ વધારે નજર આવી જતી હોય છે.
પરંતુ અત્યારે જો તમે તમારા પ્રસંગો માટે સોનું ખરીદવા માંગો છો તો આ હાલમાં તમારા માટે એક સુવર્ણ તક બની શકે છે જિ હા તમે સાચું જ સાંભળી જ રહ્યા છો જો તમે પણ સોનાની ખરીદી કરવા માંગો છો તો તમે આરામ થી અને કોઈ પણ પ્રકાર ની મુંજવણ વિના સોનું ખરીદી શકો છો કારણ કે હાલમાં સોનાની કિમત તેના ઊંચા સ્તર કરતાં લગભગ 3000 રૂપિયા જેટલી સસ્તી જોવા મળી રહી છે જેના કારણે અત્યારે સોનું ખરીદવાનો સાચો સમય ગણાય છે.
જો આ અંગે નિષ્ણાંતો નું માનવામાં આવે તો તમે જલ્દી સોનું નહીં ખરીદો તો આવનાર સમયમાં તમારે વધારે મોઘવારી નો સામનો કરવો પડશે. આથી અત્યારે જ્યારે સોના ના ભાવમાં આટલો બધો ઘટાટો જોવા મળી રહ્યો છે ત્યારે આ તકનો લાભ લેવો વધારે હિતાવહ ગણાય છે. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારના રોજ 24 કેરેટ સોનું રૂપિયા 58,440 નોંધાયું છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 53,530 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાયો છે. દેશની રાજધાની ગણાતી દિલ્લીમાં બુલિયન માર્કેટ માં સોનાના દરમાં ઘણી વધઘટ જોવા મળી રહી છે.
જેના દ્વારા તમે તમારું નસીબ ચમકાવી શકો છો. દિલ્હી માં 24 કેરેટ સોનાનો ભાવ 59,430 રૂપિયા જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 54,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધવામાં આવી રહ્યો છે. જેવો કિમતમાં ઘટાડો થયો છે કે ગ્રાહકો ની ભીડ બજારોમાં જામી છે. આમ જો તમે પણ આ સોનેરી તકનો લાભ લેવા માંગો છો તો તમે પણ સોનું ખરીદી ને તમારો પ્રસંગ આનદ થી કરી શકો છો.