શું સોનુ આજે સોનાની ખરીદી કરવી કે વેચાણ કરવું ? જાણી લ્યો શું ચાલી રહ્યા છે આજના સોનાના ભાવ…2 ડિસેમ્બર કરતા કિંમતમાં…
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો હવે લગ્નગાળો શરુ થઇ ચુક્યો છે એવામાં સોનાનું વેચાણ તથા ખરીદી પણ વધુ જોવા મળી રહી છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે સોનાના ભાવને લગતા જ ખાસ સમાચાર લઈને આવ્યા છીએ જેમાં આજના સોનાના ભાવો શું ચાલી રહ્યા છે તે અંગે આજે અમે તમને જણાવાના છીએ.
જયારે પણ લગ્નગાળો આવે છે ત્યારે સોનાના ભાવમાં સામાન્ય રીતે વધારો જ થતો જોવા મળતો હોય છે આથી જ અનેક એવા લોકો છે જે સોનાના ભાવ ઓછા હોય છે ત્યારે જ સોનાની ખરીદી કરી લેતા હોય છે જેથી ભાવ વધારાને લીધે સોનુ મોંઘુ ના પડે પરંતુ મિત્રો સોનાના ભાવ ક્યારે વધે અને ક્યારે ઘટે તે અંગે કોઈ જાણતું નથી.
તમને જણાવી દઈએ કે આજના 22 કેરેટ સોનાના ભાવ 5,890 રૂપિયા ચાલી રહ્યો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 6,425 પ્રતિ ગ્રામ ચાલી રહ્યો છે એવામાં જો થોડાક દિવસોની તુલનામાં સોનાના ભાવો વિશે વાત કરવામાં આવે તો આજે સોનાના ભાવમાં જબરો ઉછાળો થવા પામ્યો છે કારણ કે શનિવારના રોજ એટલે કે 2 ડિસેમ્બરના રોજ 22 કેરેટ સોનાનો ભાવ 5,850 રૂપિયા હતો જયારે 24 કેરેટ સોનાનો ભાવ 6,381 રૂપિયા રહ્યો હતો.
એવામાં આજના સોનાના ભાવ સાથે 2 ડિસેમ્બરના સોનાના ભાવની જો તુલના કરવામાં આવે તો જાણ થાય છે કે સોનાની કિંમત ફરી એક વખત વધારો થવા પામ્યો છે, ડિસેમ્બર મહિનાની શરૂઆત થી જ સોનાના ભાવમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળી રહ્યો છે, અને આજ રોજ એટલે કે 4 ડિસેમ્બરના રોજ 22 ગ્રામ સોનાનો ભાવ 5,890 રૂપિયા થઇ ચુક્યો છે આમ 22 ગ્રામ સોનામાં 40 રૂપિયાનો વધારો અને 24 કેરેટ સોનામાં 44 રૂપિયાનો વધારો થયો છે.