સોના મા સતત તેજી! જાણો સોનાના નવા ભાવ અને ચાંદી….
કોરોના મહામારી વચ્ચે પણ સોના અને ચાંદી ની બજાર મા તેજી જોવા મળી રહી છે અને ભાવમા પણ સતત વધઘટ જોવા મળી રહી છે. જો આજે સોનાના ભાવ ની વાત કરવામા આવે તો સોના ના ભાવ મા વધારો જોવા મળ્યો હતો ( MXC ) પર સોનાની કીંમત મા 0.06 ટકા નો વધારો જોવા મળ્યો હતો અને જો ચાંદી ની વાત કરવામા આવે તો ચાંદી મા 0.16 ટકા ના વધારા સાથે 1 કીલો ગ્રામ ચાંદીની કીંમત 62000 નજીક પહોચી હતી.
આગામી દિવસો મા જ્યારે લગ્નગાળો નજીક છે ત્યારે ભાવ મા વધારો થવાની શક્યતા ને લીધે સોનાની ખરીદી મા પણ વધારો થયો છે. બીજી તરફ ક્રિસમસ ના તહેવાર ના કારણે પણ સોનાની કીંમત મા વધારો થયો છે. અને માંગ મા પણ વધારો થયો છે. જો ભારત મા 10 ગ્રામ સોના ના ભાવ ની વાત કરીએ તો 48,311 રૂપિયા થય છે. જ્યારે ચાંદીની કિંમત 61,659 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત દિવસથી સોનાની સ્પોટ કિંમત 48,000 રૂપિયાથી વધારે રહી છે. જો દેશના અલગ અલગ રાજ્ય મા 22 કરેટ 10 ગ્રામ સોના ના ભાવ ની વાત કરવામા આવે તો મુંબઈમા 47400 દિલ્હી 47460 બેંગલોર 45150 અમદાવાદ મા 46790 રુપીયા છે.
સોનાના શુધ્ધતા ચકાસવા માટે ના માપદંડ ની વાત કરવામા આવે તો 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.