માત્ર ત્રણ સેકન્ડમા પોલીસ કર્મીએ પોતાના જીવ ના જોખમે ડાઈવ લગાવી યુવક નો જીવ બચાવ્યો! જુવો વિડીઓ દિલધડક વિડીઓ
અવાર નવાર એવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે જેમા યુવાનો ટ્રેનના પાટા પર સુઈને ટ્રેન નીચે આવી જઈ ને આપઘાત કરી લેતા હોય છે ત્યારે આવી જ એક ઘટના મુંબઈ મા બનવાની હતી પરંતુ એક એક પોલીસ કર્મી ની હિમ્મત ના લીધે આપઘાત કરવા જતા યુવાન નો જીવ બચી ગયો હતો. હાલ સોસિયલ મીડીયા પર આ ઘટના નો વિડીઓ ખુબ વાયરલ થય રહ્યો છે.
આ ઘટના અંગે નો વિડીઓ હાલ સોસિયલ મીડીયા પર વાયરલ થય રહ્યો છે જેમા એક યુવક સામે થી આવતી ટ્રેન ની સામે ઉભો રહી જાય છે. જયારે ટ્રેન આવવાની ગણતરી ની સેકન્ડ જ બાકી હતી ત્યારે ત્યા જ ઉભેલા પોસીલ કર્મી એ એવી હિમ્મત બતાવી કે યુવક પર ડાઈવ વગાવી ને પાટા થી દુર ખસેડી દીધો હતો.
ખરેખર આ ઘટના મુંબઈના વિઠ્ઠલવાડી રેલવે સ્ટેશન નો છે જે થાણે મા આવેલુ છે. જયા બુધવારેતારીખ બપોરે એક યુવક સામે થી આવતી એક્સપ્રેસ ટ્રેન ની સામે ઉભો રહી જાય છે ત્યારે ત્યા જ ઉભેલા પોલીસકર્મીની નજર તે યુવક પર પડે છે. માત્ર 3 સેકન્ડની અંદર પોલીસકર્મી કુદીને ટ્રેક પર પહોંચે છે અને ટ્રેન આવતા પહેલાં તે યુવકને ધક્કો મારીને પાટા પરથી હટાવી દે છે. યુવકનો જીવ બચી જાય છે.
જયારે આ ઘટના મા જાણવા મળ્યુ હતુ કે કૂદકો મારનાર વ્યક્તિની ઓળખ કુમાર પુજારી તરીકે થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે , કુમાર ઘરેથી ઝઘડો કરીને રેલવે સ્ટેશન પર જીવ આપવા માટે આવ્યો હતો અને સામેથી આવતી ટ્રેન સામે કૂદી ગયો હતો. જયારે પોલીસ કર્મી કોણ છે તેની ઓળખ થય શકી નથી પરંતુ જે રીતે યુવક નો જીવ બચાવ્યો છે તે જોઈ ને સૌ કોઈ સલામ કરી રહ્યુ છે.
Salute to the Jawan. pic.twitter.com/59I3pRRNcR
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) March 24, 2022