India

ટ્રક ચાલકની એક ભૂલે આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યો ! એક જ સાથે આ પરિવારની અર્થી ઉઠતા આખું ગામ ચોધાર આંસુએ રડ્યુ…

હાલમાં રસ્તા પરના અકસ્માતો નું પ્રમાણ એટલું બધુ વધી ગયું છે કે તેનાથી અનેક લોકો અવસાન પામી રહ્યા છે અને પોતાના સ્નેહીજનોની નિધનની ખબર મેળવતા હોય છે. આવી અનેકો દુર્ઘટના રોજબરોજના જીવનમાં બનતી હોય છે જે લોકોના મોતનું કારણ બની જતી હોય છે,હાલમાં તો લોકોની ગાડી ચલાવાની બેદરકારીના કારણે પણ ઘણીવાર ગમખ્વાર અકસ્માત સર્જાતા હોય છે જેના કારણે પરિવાર નો હસતો રમતો માળો શ્રણવાર માજ વિખાઈ જતો હોય છે.

ત્યારે મહારાષ્ટ્ર ના ચંદ્રપુર માથી એક દર્દનાક કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક બહુ જ વધારે સ્પીડમાં ચાલી રહેલ ટ્રક એ 5 લોકોને કચડી નાખ્યા છે જેના કારણે એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે જેમાં ત્રણ લોકોની ઘટના સ્થળે જ મોત થઈ ગઈ છે અને બાકીના બે લોકોની હાલત ગંભીર છે. જેની સારવાર હોસ્પિટલ માં ચાલી રહી છે. આ સંપૂર્ણ ઘટના રાજુરા તહસીલના ઘોપટાળા ગામની પાસે આવેલ જવેરી પેટ્રોલ પંપ ની પાસે થઈ.

શરૂઆતની તપાસમાં પોલીસને જાણવામાં આવ્યું છે કે ટ્રક ડ્રાઈવર નશામાં હતો.ઘટના ની સૂચના મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. અને મૃતકો તથા ઘાયલો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને આ ઘટના ની તપાસ કરવામાં આવી હતી. જ્યાં સ્થાનિક લોકોને પૂછતાછ કરતાં પોલીસ ને જાણવામાં આવ્યું કે એક પતિ પત્ની પોતાની 3 વર્ષની માસૂમ બાળકી સાથે બાઇક પર સવાર થઈને જય રહ્યા હતા.

ત્યારે જ એકદમ જડપથી પાછળથી ફૂલ સ્પીડમાં આવી રહેળ ટ્રક એ તેમણે ટક્કર મારી દીધી હતી જેના કારણે આ ત્રણેય લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.મૃતકોની ઓળખ ઘોપટાળા ના રહેવાસી નિલેષભાઈ વૈધ(ઉ.વ.35),રૂપાલી વૈધ (ઉ.વ.30) અને રાહી વૈધ (ઉ.વ.3) ની થઈ હતી.

આ ત્રણેય લોકો ‘ગદર‘ ફિલ્મ જોઈને ઘરે પરત આવી રહ્યા હતા.મૃતક નિલેષભાઈ એક ખાનગી બેંકમાં ડેલી કલેક્ષનમાં કામ કરતાં હતા.આના સિવાય ઘાયલ થયેલ લોકોમાં 40 વર્ષના પ્રસાદ તરગપ અને તેમની 35 વર્ષીય પત્ની પ્રજ્ઞા તગરપ છે જેનું હોસ્પીટલમાં સારવાર ચાલી રહ્યું છે. આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો રસ્તામાં જમા થઈ ગ્યાં હતા અને મૃતકોની માટે વળતર ની માંગ કરવા લાગ્યા. ઘટના સ્થળ પર પોલીસ એ પહોચી ને લોકોને સમજાવ્યા હતા અને રસ્તા પર થયેલ જામ ખોલાવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ ઘટનાની ગંભીરતાથી તપસ કરવામાં આવી રહી છે અને એ અનુસાર જ આગળ કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!