ખુબ દુઃખદ ઘટના ! તુર્કીમાં એક જ સાથે ચાર-ચાર ગુજરાતી વિધાર્થીઓના કરુણ મૌત, હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા…શું બની પુરી ઘટના ?જાણો
વર્તમાન સમય વિશે તો તમને ખબર જ હશે કે લોકો સ્વદેશમાં રહેવા કરતા વિદેશમાં જવાનું વધારે પસંદ કરતા હોય છે,અનેક એવા લોકોનું માનવું પણ હોઈ છે કે સ્વદેશ કરતા વિદેશમાં સારું ભવિષ્ય છે પરંતુ વિદેશમાંથી જ અનેક એવી હત્યા તથા અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહી છે જે ખરેખર આપણને પણ ચોંકાવી દેતી હોય છે, અમુક વખત મૂળ ભારતીયની હત્યા થઇ જતી હોય છે તો અમુક વખત લૂંટફાંટના કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ હાલ એક ખુબ જ દુઃખદ ઘટના સામે આવી છે.
આ ઘટના તુર્કી માંથી સામે આવી છે જેમાં માર્ગ અકસ્માતની અંદર એક નહીં બે નહીં પણ એક સાથે ચાર ચાર ગુજરાતી લોકો મૌતને ભેટી ગયા હતા. માર્ગ અકસ્માત એટલો ભયાનક હતો કે ચારેય વિધાર્થીઓને મૌતને ભેટવું પડ્યું હતું. આ ઘટના અંગેની જાણ મૃતક વિધાર્થીઓને માતા-પિતાને થતા તેઓ પણ દુઃખમાં ગરકાવ થયા હતા. મીડિયા રિપોર્ટ તથા અમુક ખાસ એહવાલ અનુસાર જાણવા મળેલ છે કે આ ચારેય વિધાર્થીઓ તુર્કીની અંદર હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યા હતા.
એવામાં રજના દિવસમાં બહાર ફરવા નીકળતા આવી મોટી દુર્ઘટના ઘટી મૃતક વિધાર્થીઓના માતા-પિતાએ પોતાના સંતાનોના મૃતદેહ સ્વદેશ લાવવામાં આવે તેવી માંગણી કરી હતી જયારે આ ચાર મૃતક વિધાર્થીઓમાં એક પુષ્ટિ પાઠક નામની વિધાર્થીની પણ હતી જેની માતા તુર્કીમાં જ વસવાટ કરતી હતી.આથી પુષ્ટિ પાઠકનો અંતિમસંસ્કાર તુર્કીની અંદર જ કરવામાં આવ્યો હતો.
આ મોટી દુર્ઘટનામાં મૌતને ભેટનાર તમામ વિધાર્થીઓના નામ પણ સામે આવી ગયા છે, જે અનુક્રમેં અંજલિ મકવાણા, પુષ્ટિ પાઠક, પ્રતાપભાઈ ભૂવાભાઇ કારાવદરા અને જયેશ કેશુભાઈ આગઠ છે જેમાંથી અંજલિ મકવાણા વિશેની ખાસ માહિતી પ્રાપ્ત થઇ છે. મૃતક અંજલિ મકવાણા(ઉ.વ.21) બનાસકાંઠા જિલ્લાના વડગામની વતની હોવાનું સામે આવ્યું છે, અંજલિ પટેલના ક્વોલિફિકેશન વિશે વાત કરે તો તેને બી.એસ.સી અને એમ.એલ.ટીનો અભ્યાસ કરીને છેલ્લા એક વર્ષથી તુર્કીની અંદર હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી હતી.
એવામાં રજાના દિવસે પોતાના ગુજરાતી મિત્રો સાથે ફરવા નીકળતા સામ સામી બે કારો અથડાય હતી જેમાં આ ચાર ગુજરાતી વિધાર્થીઓનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.ભગવાન આ તમામના આત્માને શાંતિ આપે.ૐ શાંતિ.