ટીવી જગત મા સન્નાટો ! આ મશહૂર અભીનેત્રી એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો..સબ ટીવી ની સિરિયલ…
હાલમાં જ ટીવી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આપણે જાણીએ છે કે અવારનવાર ફિલ્મ અને ટીવી જગતના કલાકારોના આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે ફરી એકવાર લોકપ્રીય અભિનેત્રીએ આત્મહત્યા કરી લેતા ટીવી જગત અને ચાહકવર્ગમાં સન્નાટો છવાઈ ગયો છે. મીડિયા દ્વારા મળેલી માહિતી મુજબ અલીબાબા સિરિયલથી ફેમશ થયેલી અભિનેત્રી તુનિષા શર્માએ આત્મહત્યા કરી લીધી છે.
તુનિષા શર્મા ફિતૂર, બાર-બાર દેખો, કહાની 2: દુર્ગા રાની સિંહ અને દબંગ 3 જેવી હિટ ફિલ્મોમાં જોવા મળી હતી અને હાલમાં સબટીવી પર પ્રસારિત થતી અલિબાબા શોમાં મરિયમનું પાત્ર ભજવતી હતી. ગયા શનિવારે સવારે શોના સેટ પર જ મેકઅપ રૂમમાં તુનિષાની લાશ લટકતી મળી આવી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આત્મહત્યાના 5 કલાક પહેલા જ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટો પોસ્ટ કર્યો હતો અને તેમાં કેપ્શન લખ્યું હતું કે, ‘જે પોતાના ઝુનૂનથી પ્રેરિત હોય છે, તેઓ થોભતા નથી.
આ વાકય ઘણું બધું કહી જાય છે છતાં પણ ખબર નહિ ક્યાં કારણે આવું પગલું ભર્યું હશે. તુનિષાએ વર્ષ 2015માં ‘ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ’માં ચાંદના પાત્રથી ટીવીની દુનિયામાં ડેબ્યૂ કર્યુ હતું. આ પછી તે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પુંછવાલા, શેર-એ-પંજાબ: મહારાજા રણજીત સિંહ, ઈન્ટરનેટ વાલા લવ, ઈશ્ક સુભાનલ્લાહ અને અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ જેવી સિરિયલોમાં જોવા મળી હતી.
શોના મેમ્બરે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી સેટ પર થોડી ઉદાસ દેખાતી હતી. અચાનક આત્મહત્યા કરી લેવાનું કારણ હજું પણ અંકબંધ છે, હવે આગળ પોલીસ તપાસ દ્વારા જાણવા મળશે કે, આખરે ક્યાં કારણોસર અભિનેત્રી એ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આવી ઘટના અનેકવાર ફિલ્મ અને ટીવી જગતમાં બની છે કે, અભિનેત્રી અને અભિનેતાઓએ પોતાનું જીવન ટૂંકાવી દીધુ હોય.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.