મહેશભાઈ સવાણીની તબીયતને લઈને એક મહત્વના સમાચાર આવ્યા ! મહેશભાઈ ની તબીયત પહેલા કરતા સારી…
જયારથી મહેશભાઈ સવાણી તબીયત ને લઈ ને સમાચાર આવ્યા છે ત્યારથી તેના સમર્થકો અને હજારો દીકરીઓ કે જેમનું મહેશભાઈ એ કન્યાદાન કરેલુ છે તેવો ચિંતામા મુકાયા છે ત્યારે હાલ જ એક મહત્વ ના સમાચાર સામે આવ્યા હતા જેમા પી.પી સવાણી ગૃપ ના વિપુલભાઈ તળાવીયા સાથે સંજયભાઈ વાઘાણી(કાર્ડિયોલોજીસ્ટ) સાથે વાત થતા જાણવા મળ્યુ હતુ કે ભવિષ્યમાં તેમણે રેગ્યુલર દવાઓ, હેલ્થ ચેકઅપ, અને સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવવી જરૂરી છે. આવતી કાલે એમને પહેલાની જેમ તબિયત સ્થિર થતાજ મહેશભાઈ સવાણીને ડિસ્ચાર્જ કરવામાં આવશે.
આ ઉપરાંત માહિતી સામે આવી હતી કે TMT કરતી વખત તેમને ECG માં હાર્ટ એટેક ડેવલોપ થયેલો અને તેમને હાથમાં દુઃખાવો અને છાતીમાં ગભરામણ વધી ગયેલ જેથી તેમને તુરંત ICCU માં એડમિટ કરીને, એન્જીયોગ્રાફી કરવામાં આવી હતીઃ જેમાં એન્જીયોગ્રાફી રિપોર્ટ અનુસાર ડાબી બાજુએ એક આર્ટરીમાં 99% બ્લોક હતો જેમાં એન્જીયોપ્લાસ્ટી- સ્ટેન્ટ મૂકીને તે બ્લોકેજ દૂર કરવામાં આવ્યું હતું.
આ બધીજ સારવારમાં આશરે અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. તેમની એન્જીયોપ્લાસ્ટી હાથની આર્ટરી(રેડિયલ આર્ટરી) થી કરવામાં આવી હતી. નિદાન અને સારવાર સમયસર થવાથી તેમનું આરોગ્ય એકદમ સ્વસ્થ છે. જેઓને પ્રથમ 12 કલાક iccu માં ઓબઝર્વેશન હેઠળ હતા ત્યારબાદ તેમને રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સવારેજ મહેશભાઈ એ એમના વાઈફને જાણ કરી હતી કે મને હાર્ટ એટેક આવશે તેવું કહ્ય હતુ જો કે સમયસર સારવાર અને લોકો ની પ્રાથના ને લીધે મહેશભાઈની તબીયત હાલ સુધારા પર છે.