જો સ્ટેચ્યુ ઓફ ઓફ યુનિટી એ જાવ તો ત્યા નજીક આવેલા આ સ્થળોની મુલાકાત લેવાનુ નો ભુલતા ! અનહદ આનંદ આવશે..
ગુજરાત પ્રવાસન ક્ષેત્ર આગળ વધી રહ્યું છે, ત્યારે ખરેખર ગુજરાતમાં હવે દેશ વિદેશના પર્યટકો ફરવા માટે આવી રહ્યા છે. હાલમાં ગુજરાતમાં ત્રણ અજાયબીઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. પહેલા તો સ્ટેચ્યુ ઑ યુનિટી અને ત્યારબાદ ગિરનાર રોપ વે અને મોટેરા સ્ટેડિયમ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર સમાન છે. હાલમાં જ્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે આજે અમે આપને સ્ટેચ્યુ ઑફ યુનિટીની આસપાસ આવેલા ફરવાલાયક સ્થળો વિશે જણાવશું.
આ ઉનાળાની રજાઓમાં સૌ કોઈ લોકો વીશ્વના સૌથી મોટા ટુરીસ્ટ ડેસ્ટીનેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બાળકો, યુવાઓ, મહિલાઓ, વૃદ્ધો માટે ફરવા લાયક અનેક સ્થળો છે. આ ઉપરાંત જો કોઇ પ્રવાસી 4 દિવસના પ્રવાસ પર આવ્યા હોય તો કેવડીયાની આસપાસ ઘણા જોવા અને ફરવા લાયક સ્થળો છે. આજે અમે આપને એ તમામ સ્થળો વિશે ટૂંકમાં માહિતી આપીશું કે ક્યાં ક્યાં સ્થળોએ તમે ફરવા જઇ શકો છો.
સરદારનું સ્ટેચ્યુ અને તેની આસપાસના સ્થળોએ જતા પહેલા તેનો અભ્યાસ કરવો જરૂરી છે. ત્યાના આદિવાસી લોકો તેમની સંસ્કૃતિ, પરંપરા અને ભોજનનું અન્વેષણ કરવા જેવુ છે. આ સાથે કેવડિયાની પાસેનું ઐતિહાસીક રાજપીપળા શહેરનમાં પણ ફરવા લાયક અનેક સ્થળો છે.જે લોકો પ્રકૃતિના ખોળાનો અનુભવ લેવા માંગતા હોય તેઓ આસપાસની ઇકોકેમ્પ સાઇટ અને ધોધની મુલાકાત લઇ શકે છે. આ સિવાય સ્ટેચ્યુઓફ યુનિટીના પટાંગણમાં જ અનેક ફરવાલાયક સ્થળો આવેલા છે, જે તમામ સ્થળોની તમેં મુલાકાત લઈ શકો છો.
ચાલો ત્યારે અમે આપને સ્ટેચ્યુઓફ યુનિટીની પાસે આવેલા બીજા અન્યસ્થળો એ ફરવા જઇ શકો છો.રાજપીપળા – કેવડિયાથી 25 કિમીના અંતરે આવેલું ઐતિહાસિક ગામ છે.રાજવન્ત પેલેસની સાથે રાજપીપળાની છોટુભાઇ પુરાણી વ્યાયામ કોલેજની પણ મુલાકાત લઇ શકાય છે. આ સિવાય ઝરવાણી ધોધની મુલાકાત લઈ શકો છો. પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. લીલાછમ વાતાવરણ સાથે પાણીના ધોધમાં નાહવાની મજા અહીં લઇ શકાય છે.તેમજ તમેપોઇચાથી 6 કિમીના અંતરે નર્મદા નદીના કિનારે દત્ત ભગવાનના મંદિરની મુલાકાત લેવા લાયક છે.
નર્મદા નદીના કાંઠે આવેલું સ્વામિનારાયણનું નિલકંઠ ધામ પોઇચાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ આ સ્થળ પર એક્ઝિબિશન આકર્ષણનું કેન્દ્ર છે. પોઇચાથી નર્મદા નદીના કિનારે હોળીમાં કુબેરભંડારીના દર્શન અવશ્ય કરવા જેવા છે. આ સિવાય વિશાલ ખાડીની મુલાકાત લેજો જે રાજપીપળાથી 23 કિમીના અંતરે વિશાલા ખાડી ઇકો કેમ્પસાઇટ છે. ત્યાંની નદીમાં બોટીંગ માણવાલાયક છે. તેમજ જૂના રાજ પણ ફરવા લાયક સ્થળ છે, જે રાજપીપળાથી 64 કિમીના અંતરે જૂના રાજ ઇકો ફોરેસ્ટ કોટેજ પણ પ્રકૃતિ પ્રેમી લોકો માટે ફરવાલાયક સ્થળ છે.