સુરતના વેપારી ઉત્પલ મિસ્ત્રીએ “કિંગ કોહલીને” ભેટ રૂપી આપશે ઓરિજિનલ હીરાનું આ બેશકિંમતી બેટ ! કિંમત છે અધધ…
મિત્રો તમને ખબર જ હશે કે હવે વર્લ્ડકપ શરૂ થવાને ફક્ત થોડાક મહિનાની વાર છે,એવામાં ટિમ ઇન્ડિયાએ પોતાના વર્લ્ડકપ જીતવાની આશા સાતે તનતોડ મેહનત કરવાનું પણ શરૂ કરી દીધું છે, વર્તમાન સમયમાં તો ભારતીય ટિમ આયર્લેન્ડ સામે ટી-20 રમી રહી છે, જેમાં પેહલી જ ટી 20 માં ભારતે આયર્લેન્ડને માત આપી દીધી છે, એવામાં તમને ખબર જ હશે કે આપણા ગુજરાત રાજ્યમાં ક્રિકેટના કેટલા બધા રસિયા લોકો છે આથી અવારનવાર ક્રિકેટને લગતા કિસ્સાઓ કે વિડીયો ગુજરાત રાજ્યમાંથી આપણી સામે આવતા હોય છે.
એવામાં એક ખાસ ખબર સામે આવી છે જે સુરતની છે, સુરત શહેરમાં એક હીરાના વેપારીએ આપણા ટિમ ઇન્ડિયાના વિરાટ કોહલી માટે એવી બેશકિંમતી ભેટ તૈયાર કરી છે કે તે જોયા બાદ સૌ કોઈના હોશ જ ઉડી ગયા હતા. જણાવી દઈએ કે સુરતના વેપારીએ કોહલી માટે હીરાથી જડવામાં આવેલ બેટ તૈયાર કર્યું છે જે તેઓ કિંગ કોહલીને ગિફ્ટ કરશે, આ બેટની કિંમત જાણી તમારા પણ હોશ જ ઉડી જશે.
બેટ વિશે જો વાત કરવામાં આવે તો આ બેટમાં 1.04 કેરેટના અસલી ડાયમંડથી તૈયાર કરવામાં આવશે જેની લંબાઈ 15 મીટર જયારે બેટની પોહળાઈ 5 મીટર જેટલી હશે, હવે આ બેટની કિંમતની પણ ચર્ચા કરવામાં આવે તો બેટની કિંમત સામાન્ય નહીં પરંતુ લાખો રૂપિયામાં આંકવામાં આવી રહી છે, અંદાજે આ બેટની કિંમત 10 લાખ રૂપિયા હોવાનું હાલ સામે આવ્યું છે અને આ બેટ બનાવની દેખરેખ ડાયમંડ ટેક્નોલાજી એક્સપર્ટ અને લેક્સેસ સોફ્ટમેક કંપનીના ડિરેક્ટર એવા ઉત્પલ મિસ્ત્રી આ બેટની દેખરેખ રાખશે.
ઉત્પલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તેઓ આ બેટ કોહલીને ગિફ્ટ કરવા માંગે છે જે કુદરતી હીરાઓની બનેલું હોય, તમને જણાવી દઈએ કે ઉત્પલ મિસ્ત્રી કિંગ કોહલીના ખુબ મોટા ફેન છે આથી જ તેઓ આ કિંમતી ભેટ વિરાટ કોહલીને આપવા માંગે છે, આ અંગે તેઓનું કેહવું છે કે આ ભેટ કોહલી માટે ઘણી ખાસ તથા અલગ રહેશે.