ઉત્તરાખંડ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર કઠવાના રાજુભાઈ મેરની અંતિમયાત્રામાં આખું ગામ હીબકે ચડ્યું ! આ કરુણ દ્રશ્યો જોઈ તમારી આંખ માંથી આંસુ સરી પડશે…
સમાચાર પત્રો તેમ જ અમુક ન્યુઝ ચેનલોના માધ્યમથી તમને આ ખબર વિશે તો જાણ થઇ જ ગઈ હશે કે ઉત્તરાખંડની અંદર એક જ સાથે આપણા ગુજરાતના 7 લોકોના અકસ્માતમાં દુઃખદ નિધન થયા છે, જેને પગલે હાલ આખા રાજ્યમાં સૌ કોઈ આ ઘટનાને પગલે શોક વ્યક્ત કરી રહ્યું છે. જણાવી દઈએ કે ભાવનગરથી ચારધામ યાત્રાએ નીકળેલ યાત્રીઓને રવિવારના રોજ ઉત્તરાખંડથી ગંગોત્રી નેશનલ હાયવે પર અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો જેમાં એક જ સાથે ભાવનગરના 7 લોકોના નિધન થતા ઘટના ખુબ દુઃખદાયી સાબિત થઇ હતી.
જાણવા મળેલ છે કે યાત્રિકો જે બસમાં સવાર હતા તે રવિવારના રોજ 50 મિટર ઊંડી ખીણમાં ખાબકી હતી જેને પગલે એક સાથે 7 લોકોનું મૃત્યુ થયું હતું જયારે 28 જેટલા લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા હાલ તેઓની સારવાર ચાલી રહી છે. મૃતકોના પોસ્ટમોર્ટમ તેમ જ બીજી અમુક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ હવાય માર્ગ દ્વારા ગુજરાતના મૃતક યાત્રાળુઓને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાથી તમામ મૃતદેહોને તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.
આ અકસ્માતની અંદર અનિરુદ્ધ જોશી(રે.તળાજા),કરણ ભાટી(રે.પાલીતાણા),દક્ષાબેન મહેતા(રેમહુવા),ગણપતભાઈ મહેતા(રે.મહુવા),રાજુભાઈ મેર(રે.તળાજા),ગીગાભાઇ ભમ્મર(રે.તળાજા) અને મીનાબેન ઉપાધ્યાય(રે.ભાવનગર શહેર) આમ કુલ 7 લોકોના કરુણ મૌત થયા હતા જેમાં મીનાબેન ઉપાધ્યાયનો અંતિમ સંસ્કાર હરિદ્વારમાં જ કરવામાં આવ્યો હતો જયારે બાકીના છ મૃતક યાત્રિકોના મૃતદેહને વતન લાવવામાં આવ્યા હતા.
અલંગના કઠવા ગામના સરપંચ રાજુભાઈ મેરનું પણ નિધન :
મિત્રો અલંગ પાસે આવેલ કઠવા ગામના પૂર્વ સરપંચ તથા સેવાભાવી વ્યક્તિની સારી એવી છાપ ધરાવતા એવા રાજુભાઈ મેરનું આ દર્દનાક ઘટનાની અંદર દુઃખદ નિધન થયું હતું, તેઓના પરિવાર વિશે વાત કરવામાં આવે તો તેમને બે દીકરી અને એક દીકરો એમ કરીને કુલ ત્રણ સંતાનો છે જેમાંથી મોટી દીકરી છે, એવામાં આટલી કુમળી વયમાં જ આ ત્રણેય સંતાનો પિતા વિહોણા બન્યા છે. તળાજા કોળી સમાજના આગ્રણી હરેશભાઇએ કહ્યું હતું કે રાજુભાઈ દિલના ખુબ સારા તેમ જ ખુબ સેવાભાવી સ્વભાવ ધરાવતા હતા.
એવામાં રાજુભાઈ મેરની અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હીબકે ચડ્યું હતું જયારે ગામના તમામ પુરુષોએ આ અંતિમયાત્રાની અંદર શોક સાથે ભાગ લીધો હતો અને રાજુભાઈ મેરને અંતિમવિદાઇ આપી હતી. અંતિમયાત્રાના આ દ્રશ્યો એટલા બધા કરૂણ હતા કે જોનાર સૌ કોઈની આંખો ભીંજાઈ હતી, તમામ મૃતકોની તેમના વતન ખાતેથી અંતિમયાત્રા નીકળી હતી જેમાં બોહળા પ્રમાણમાં લોકોએ એકઠા થઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.