પરીવાર નો અજીબ દાવો : વેક્સીન લીધા બાદ આ શરીરે લોખંડ અને સ્ટીલ ની વસ્તુ ઓ ચોટી જાય છે
કોરોના વેક્સીન નુ કામ આખા દેશ મા ચાલી રહ્યુ છે ત્યારે ઘણા લોકો હજી વેક્સીન લેતા ડરી રહ્યા છે અને વેક્સીન લેવામા કચવાટ અનુભવી રહ્યા છે ઘણા લોકો સાઈડ ઈફેક્ટ ના ડર થી વેકસીન નથી લઈ રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર ના નાસિક મા એક અજીબ કિસ્સો સામે આવ્યો છે.
અરવિંદ જગન્નાથ સોનાર તરીકે ઓળખાતા શખ્સે 9 માર્ચે કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ અને બીજો 2 જૂને લીધો હતો. એક ન્યૂઝ ચેનલે અહેવાલ આપ્યો હતો કે તેણે બંને કોવિડ ડોઝ લીધા પછી લોખંડ અને સ્ટીલ ની ચીજ વસ્તુ તેમના શરીરને ચોટી જાય છે. 71 વર્ષ ના ઘર ના મોભી નુ શરીર ચુંબક જેવુ થય ગયુ છે. ઘરમા રહેલા વાસણો જેવા કે ચમચી ,ડીશ તેના શરીર ને ટચ કરતા જ ચોટી જાય છે.
આ બધું અનુભવ્યા બાદ અરવિંદ ભાઈ એ પોતાના ફેમેલી ડોક્ટર પાસે આ વાત કરી ત્યારે ડોક્ટર એ જણાવ્યું કે વેક્સીન લીધા બાદ આવુ ના થાય અને સીટી સ્કેન કરાવવાની સલાહઆપી
આ ઉપરાંત મહારાષ્ટ્ર ની સરકારે પણ આ વાત ને ધ્યાન મા લઈ ને તપાસ ના આદેશ આપ્યા હતા.