Gujarat

લોકો આજે પણ ગુજરાતના આ ગામને દેહ વ્યાપાર ના લીધે કલંકીત ગામ માની રહ્યા છે ? પરંતુ હકીકત કોઈક જુદી જ છે.. જાણો વિગતે

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત ના અનેક ગામડાઓ એવા છે જે પોતાની વિવિધતા માટે જાણીતા છે અને ઘણા ગામડાઓ તો એવા પણ છે જે નેશનલ લેવલે જાણીતા થયા છે ગુજરાત ના અનેક ગામડાઓને ઘણા એવોર્ડ પણ મળ્યા છે અને અને સ્માર્ટ વિલેજ પણ બન્યા છે જયા અનેક સુવીધા શહેર કરવા વધુ જોવા મળી હોય. ત્યારે ઘણા ગામડા ઓ આજે પણ પછાત રહયા છે.

આજ ના ટેકનોલોજી અને સોસિયલ મિડીયા ના જમાના મા અનેક એવી બાબત સામે આવતી હોય છે જેની સચ્ચાઈ કઈ અલગ જ હોય છે ત્યારે લોકો તેને સાચી માની લેતા હોય છે. ત્યારે ગુજરાત ના એવા જ એક ગામ ની વાત કરવાની છે જેના વિશે હાલ યુ ટયુબ મા અનેક વિડીઓ બની ગયા છે અને જણાવવા મા આવ્યુ છે કે તે ગુજરાત નુ કલંકીત ગામ છે અને ત્યા ના લોકો દેહ વ્યાપાર સાથે સંકળાયેલા છે અને પરીવાર ના સભ્યો દ્વારા જ દિકરીઓ ને દેહ વ્યાપાર મા ધકેલવામાં આવે છે. ત્યારે ખરેખર હકીકત શુ છે આવો જાણીએ.

આપણે જે ગામ ની વાત કરવા જઈ રહ્યા છીએ તે ગામ નુ નામ વાડીયા છે જે બનાસકાંઠા જીલ્લા મા આવાલુ છે. જયારે આ ગામ વિષે https://gujarati.factcrescendo.com ની ટીમે ફેક્ટ ચેક કર્યુ ત્યારે બનાસકાંઠા ના એસ.પી દ્વારા જણાવવા મા આવ્યુ હતુ કે ભૂતકાળ મા આ ગામ દેહ વ્યાપાર સાથે સંકળાયેલું હતુ પરંતુ હાલ આ પ્રકાર નુ દુશણ આ ગામ મા નથી અને લોકો પશુ પાલન અને ખેતી કરી જીવન વિતાવી રહ્યા છે.

જયારે સ્થાનીક લોકો પાસે આ ગામ તપાસ કરવામા આવી તો જાણવા મળ્યુ હતુ કે ગામ મા હાલ આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી નથી અને લોકો શાંતિથી વતસાટ કરી રહ્યા છે આ ઉપરાંત આ અહેવાલની તપાસ કાર્યવાહી કરવા ગૂગલની પણ મદદ લીધી ત્યારે TIMES OF INDIA દ્રારા સંમયાંતરે પ્રસારિત કરવામાં આવેલા ત્રણ અહેવાલો મળ્યા હતા, જેમાં 2013માં આ ગામમાં પોલીસ ચોકીની સ્થાપના કરવામાં આવી હોવાનું તેમજ આ ગામમાં સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું, તેમજ અહીંની મહિલા અને તેમના પરિવાર દ્રારા વેશ્યાવૃત્તિના ધંધાનો વિરોધ કરી અને સ્થાનિક પોલીસ સામે ધરણા કર્યાના પણ અહેવાલો પ્રસારિત કર્યાના જોવા મળ્યા હતા.

જયારે આ gujarati.factcrescendo.com ના અહેવાલ મા જણાવવા આવ્યુ હતુ કે 2005 થી આ ગામ માટે એક સંસ્થા કામ કરી રહી છે અને છેલ્લા સાત વર્ષ થી સમુહ લગ્ન નુ આયોજન પણ કરવામા આવી રહ્યુ છે અને ગામ ની છાપ દુર કરવા લોકો ને રોજગારી પણ આપી રહ્યા છે. આ ગામના ખરાબ ભુતકાળ ને લીધે આજે પણ આ ગામ ની છાપ ખરાબ છે ત્યારે એક નવી શરુવાત સાથે આ ગામ ની જુની છાપ ભુલાવી નવી શરુવાત કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!