વડોદરામાં પશુપાલક મહિલાએ10 પોલીસ જવાનની નજર સામે જ મહિલા PSI પર હુમલો કર્યો, પછી મહિલાની હાલત થઈ આવી કે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય વધી રહ્યો છે, ત્યારે એવામાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે,સામાન્ય નાગરિકના જીવ જોખમમાં મુકાય તે રીતે પશુઓને ખુલ્લામાં છોડનાર 68 હેબીચ્યુઅલ ઓફેન્ડરનેની યાદી બનાવી પાલિકાએ પોલીસને સોંપી છે. તેમજ અત્યાર સુધીમાં 2 પશુપાલકો સામે પાસાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. ત્યારે હાલમાં જ વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા પશુપાલકે મહિલા PSIનો કોલર પકડી માર માર્યો હતો. આ ઘટનામાં બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી ઢોરવાડામાંથી 3 ગાયો પકડી હતી.
ન્યુ વીઆઈપી રોડ પર રસ્તાને નડતરરૂપ 4 ગેરકાયદે ઢોરવાડા તોડવાની કાર્યવાહી કરવા દબાણ શાખા અને પોલીસની ટીમ પહોંચી હતી. એક મહિલા PSI કે.એચ.રોયલાનો કોલર પકડી મારવા લાગીહરણી પોલીસના મહિલા PSI કે.એચ.રોયલાએ કામ ચાલુ રાખતાં મહિલા સહિત અન્યો લાકડી લઇ મારવા દોડ્યા હતાં. હરણી પોલીસે કંકુબેન વિજયભાઈ ભરવાડ, વિજયભાઈ સાજનભાઈ ભરવાડ, રણછોડભાઈ સાજનભાઈ ભરવાડ, હિતેશભાઈ ઉર્ફે કીશન ગભરૂભાઈ ભરવાડ અને જોમાબેન ગભરૂભાઈ ભરવાડ સામે હુલ્લડનો ગુનો દાખલ કર્યો હતો.
મહિલા પીએસઆઇ પર હૂમલો કરનાર મહિલાને સ્થળ પર જ પકડી મહિલા પોલીસ કર્મચારીઓએ ટીંગાટોળી કરી તેની ધરપકડ કરી હતી. ગેરકાયદે ઊભા કરાયેલા ઢોરવાડાને દૂર કરવાની કાર્યવાહી શરૂ થતાં પશુપાલકોએ નવો પેતરો અપનાવ્યો છે. કાર્યવાહીની અગાઉથી જાણ થતા જ પશુપાલકો ઢોરોને સોસાયટીઓમાં તેમજ ખુલ્લા મેદાનોમાં છોડી દે છે. જેને કારણે સ્થળેથી એક પણ ઢોર મળતું નથી.