વડોદરા પોલીસ ના જવાનો એ રાજસ્થાની વેશ ધારણ કરી કુખ્યાત ઓઇલ ચોર ને પકડી લીધો ! ચોરી એવી રીતે કરતો કે…
હાલમાં જ ગુજરાતનાં વડોદરા શહેરની પોલીસે ફિલ્મી ઢબે એ રાજસ્થાની વેશ ધારણ કરી કુખ્યાત ઓઇલ ચોર ને પકડી લીધો. આ ચોર એવી રીતે ચોરી કરતો કે, જાણીને તમે પણ ચોંકી જશો. ચાલો આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી આપીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, જુલાઇ 2021માં પી.સી.બી.એ બાતમી મળી હતી કે, અમરસિંહ રાઠોડ અગાઉ ક્રૂડ ઓઇલની પાઇપ લાઇન પંકચરના કેસોમાં પકડાયો હતો. ફરી એકવાર પોલીસે હાલમાં સ્પેશિયલ ઓપરેશન કરીને આરોપીને પકડી પાડ્યો.
આરોપી અમરસિંહ રાઠોડ પોલીસથી બચવા હરીયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા અલગ અલગ રાજ્યોમાં ભાગતો ફરતો હતો. આરોપી રાજસ્થાન ભીલવાડાના ગુરલા ખાતે ઓમપાલસિંહ નામે રહેતો હોવાની માહિતી મળી હતી.
જેથી વડોદરા પીસીબીની ટીમને રાજસ્થાન ખાતે પહોંચી હતી. તેમજ આરોપીને શંકા ન જાય તે માટે વડોદરા પોલીસની ટીમ રાજસ્થાની પહેરવેશ ધારણ કરી સતત બે દિવસ સુધી ડુંગળી વેચવાવાળા વ્યક્તિના ટેમ્પોમાં ફરી આરોપી રહેતો હતો તે વિસ્તારથી વાકેફ થઇ હતી.
આરોપીની અવર જવરવાળી જગ્યાઓ ટાર્ગેટ કરી વોચમાં રહી રાજસ્થાનના ભીલવાડા ખાતે આરોપી અમરસિંહ રાઠોડને ઝડપી લીધો હતો. આરોપી અમરસિંહ રૂરલ વિસ્તારમાં કોઇક જગ્યાએ ONGCનું પાઇપ લાઇનમાં પંકચર પડું ચોરી કરતો અને ચોરી કરી લાવેલ ક્રુડ ઓઇલ ખાલી ટેન્કરોમાં ભરી સપ્લાય કરતો હતો. હાલમા આ અમરસિંહની ટેન્કરો ક્રૂડ ઓઇલ ભરીને યાદવ ટ્રાન્સપોર્ટ ખાતે આવ્યો હતો જ્યાં રીફીલીંગનુ કામ ચાલુ છે.
પી.સી.બીના પી.આઇ. જે.જે. પટેલ તથા પી.સી.બી.ના પોલીસ અધિકારી ટીમ ક્રૂડ ઓઇલ સાથે કુલ 43 લાખની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં હાલ સુધી છ આરોપીઓને અટકાયત કરવામાં આવી હતી. તેમજ આ ગુનામાં મુખ્ય આરોપી અમરસિંહ સહિત કુલ ત્રણ આરોપીઓ ફરાર હતા.બે દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે કેટલી માહિતી કઢાવી શકે છે. તે જોવું રહ્યું.