બોટમાંથી હેમખેમ રીતે બચેલ માસૂમે જણાવ્યો પૂરો ઘટનાક્રમ !! કેવી રીતે બોટ ડૂબી અને કેટલા લોકો સવાર હતા, પોતે કેવી રીતે બચ્યો ?તમામ જણાવ્યું
વડોદરામાં કાલનો દિવસ કાળો સાબિત થયો છે, હરણી ખાતે મોટનાથ તળાવમાં પ્રવાસ અર્થે આવેલ બાળકોની બુટ ડૂબી જતાં આ દુઃખદ ઘટનામાં 12 બાળકો સહિત બે શિક્ષિકાનાં મૃત્યુ થયાં છે. ખરેખર આ ઘટના અતિશય દુઃખદ છે. બોટની કેપિસિટી માત્ર ૧૪ લોકોની હોવા છતાં પણ વધુ બાળકોને બેસાડવામાં આવેલા જેથી કરીને બોટ પલટી મારી ગઇ અને ચોંકાવનારી વાત એ છે કે, બોટમાં બેઠેલા ૧૦ જ બાળકોને લાઇફ જેકેટ પહરાવવામાં આવ્યું ન હતું. બેદરકારીના કારણે આ દુઃખદ ઘટના ઘટી છે.
એવામાં આ દુર્ઘટનાના મૃત્યુના આંકડા વિશે જો વાત કરવામાં આવે તો અંદાજો લાગવામાં આવી રહ્યો છે કે આ દુર્ઘટનાની અંદર 12 બાળકો તથા 3 શિક્ષકો એમ કરીને કુલ 15 લોકોનું મૃત્યુ થયું હોવાની સંભાવના કરવામાં આવી રહી છે. 12 બાળકોના માતા-પિતા જે રીતે હોસ્પિટલમાં પોક માંડી છે તે જોઈને તો ભલભલાના હૈયુકંપી જાય, માતા-પિતાએ પોતાના સંતાનને શાળાએ મેકલયા હતા પણ એવી શું ખબર હતી કે તે ક્યારેય હવે પરત નહીં ફરે.
એવામાં આ દુર્ઘટના માંથી બચેલ એક બાળકનો વિડીયો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે સદનસીબે સહીસલામત રીતે બચી જાય છે અને આખો ઘટના ક્રમ જણાવે છે, માસુમ જણાવે છે કે તળાવમાં અચનાક જ બોટ પલ્ટી ખાય જાય છે જે બાદ અમુક બાળકો પાણીમાં નીચે ગરકાવ થઇ જાય છે જયારે તે પોતે ઉપર આવીને બોટની પાઇપ પકડી લીધી હતી અને તે બચી ગયો હતો.
જયારે માસુમને પૂછવામાં આવ્યું કે આ બોટમાં લાઈફ જેકેટ પેહરાવામાં આવ્યું હતું તો માસૂમે તે વાતને નકારી હતી એટલું જ નહીં બાળકે જણાવ્યું હતું કે આ બોટની અંદર 30 બાળકો તથા ત્રણ શિક્ષકો પણ હાજર હતા, આ ખરેખર આ ઘટનાએ હાલ આખા ગુજરાત રાજ્યને ધ્રુજાવીને રાખી દીધું છે. હજુ થોડાક સમય પેહલા મોરબી પુલ દુર્ઘટના અને હવે આ મોટી દુર્ઘટના ઘટતા સૌ કોઈ ભારે શોકમાં ગરકાવ થયું છે.