Gujarat

હૈયું કંપાવી દેનાર ઘટના! ઘોડિયામાં સૂતી 5 મહિનાની દીકરીનું કૂતરા એ માથું ફાડી ને લોહી ચાટવા લાગ્યું, માં એ આવી રીતે બચાવી…

શહેરમાં રખડતા ઢોર અને કુતરાઓનાં લીધે અનેકવાર દુઃખદ ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલમાં જ કરુણદાયક અને હૈયું કંપાવનાર ઘટના બની. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,
વડોદરાના વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોરના ટેનામેન્ટમાં ઘરમાં સૂતેલી માત્ર પાંચ મહિનાની દીકરી પર કૂતરાએ હિંસક હુમલો કર્યો હતો.

આ દુઃખ દાયી ઘટનામાં કૂતરાએ બાળકીનું માથું ફાડી નાખ્યું હતું અને લોહી ચાટવા લાગ્યુ હતું અને ભગવાન નો ચમત્કાર કે સમયસર માતાની નજર પડતા ભારે જહેમત બાદ તે પોતાની બાળકીને બચાવી હતી. બાળકીને હાલ ગંભીર હાલતમાં ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પિતા એ જણાવેલ કે, હું એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. મારી પત્ની મારી 5 મહિનાની દીકરી જાન્વીને ઘરમાં ઘોડિયામાં સૂવડાવી અને સાંજે 6 વાગ્યે ઘરની બાજુમાં નળમાં પીવાનું પાણી ભરવા માટે ગઇ હતી. આ દરમિયાન ઘરની જાળી ખુલ્લી રહી ગઇ હતી. જેથી રખડતું કૂતરું ઘરમાં આવી ગયું હતું.મારી પત્નીએ હિંમત કરી કૂતરાને ભગાડાવી કોશીશ કરી.

પરંતું કુતૂરું ત્યાંથી હટી નહોતું રહ્યું. જેથી મારી પત્ની મારી દીકરીને તેડી ઘરમાંથી બહાર નિકળી ગઇ. છતાં પણ કૂતરું તો ઘરમાં જ હતું. તાત્કાલિક જ દીકરીને સારવાર માટે ગોત્રી મેડિકલ હોસ્પિટલ લઇ આવ્યા છીએ. જ્યાં તેના માથામાં 15 જેટલા ટાંકા આવ્યા છે. હાલ જાન્વીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!