વડોદરામાં બોટ દુર્ઘટના બાદ શાળા સંચાલકનું મોટું નિવેદન !! કહ્યું કે “બોટ સંચાલકોની મનમાનીને કારણે…જાણો શું કહ્યું ઘટના વિશે
મિત્રો 18 જાન્યુઆરી 2024 આ તારીખ યાદ રાખી લ્યો કેમ કે આ દિવસ ફક્ત વડોદરા શહેર માટે જ નહીં પરંતુ આખા ગુજરાત રાજ્ય માટે ખરાબ દિવસ તરીકે લખાશે, કારણ આપ સૌ કોઈ જાણતા જ હશો. વડોદરા શહેરની વાગોડીયા રોડ પર આવેલ ન્યુ સન રાઇઝ શાળાના વિધાર્થીઓ હરની સ્થીળ લેક ઝોન ખાતે પ્રવાસે ગયા હતા એવામાં બોટ દ્વારા તળાવમાં સવારી કરતા અચાનક જ બોટ પલ્ટી મારી ગઈ હતી જેમાં 12 બાળકો તથા 2 શિક્ષકોના મૃત્યુ થયા હોવાની ખબર સામે આવી છે.
હાલ આખાએ ગુજરાત રાજ્યની અંદર આ સમાચારને લઈને ગમગીની છવાય ચુકી છે, ઘટના સામે આવતા દરેક લોકો પોતાની પોતાની રીતે કારણો કાઢી રહ્યા છે કે આ કારણોસર આવી મોટી દુર્ઘટના ઘટી. એવામાં હાલ ન્યુઝ ચેનલો દ્વારા અનેક એવા મોટા ખુલાસા થઇ રહ્યા છે એવામાં હાલ શાળાના સંચાલક મીડિયા સામે આવ્યા હતા અને સવાલોનો જવાબ આપ્યો હતો.
ન્યુ સનરાઈઝ સ્કૂલના સંચાલક એવા ઋષિ વાડિયાએ જણાવ્યું હતું કે “બોવ દુઃખ થયું કે આવી ઘટના બની, આ ટાઈમમાં હું જે કરી શકતો તો તે જ કરી શક્ય, મારા બચ્ચાઓ હતા હું રોજ એ લોકોને જોવ છું.અમે એવું કરી શકીએ કે એમના ભાઈ કે બહેન માટે ફ્રી એજ્યુકેશન હું આપીશ.” શાળા સંચાલકોનું એમ પણ કેહવું છે કે નાના વિધારાથીઓને બોટિંગ નથી કરાવું પરંતુ તેમ છતાં તેઓને કહેવામાં આવ્યું હતું કે કાંઈ જ નહિ થાય અને આવું ઘણી વખત કરવામાં આવે છે.
શાળાના સંચાલકે એમ પણ દાવો કર્યો હતો કે “બોટમાં વધુ સંખ્યા બાળકોને બેસાડવામાં આવતા અમારા શિક્ષકો દ્ધારા ના પાડવામાં આવી હતી પરંતુ બોટ સંચાલકની મનમાનીના કારણે શિક્ષકો અને માસુમ બાળકોના જીવ ગયા છે. અમે પ્રવાસનું આયોજન કરતા ફન ટાઇમ એરેના પ્રોજેક્ટ મેનેજર સાથે અમારી બેઠક થઇ હતી. તેમને જાણવ્યું હતું કે સ્કૂલથી બાળકોને લઇ જઈ પરત સ્કૂલ સુધી મુકવાની તમામ જવાબદારી અમારી રહેશે. જેથી અમે 82 બાળકો સાથે 12 શિક્ષકોને પણ પ્રવાસે મોકલ્યા હતા. અમે પણ ફન ટાઇમ એરેના પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધ અલગથી કાર્યવાહી કરીશું અને અમે વાલીઓ સાથે જ છે.”
View this post on Instagram