વડોદરામાં પટેલ વેપારીએ કેનાલમાં ઝંપલાવીને મૌતને વ્હાલું કરી લીધું ! સુસાઇડ નોટમાં લખ્યું “હવે મારી ઈજ્જત જતી રહી છે…
ગુજરાત રાજ્યમાં હાલના સમયમાં વાત કરવામાં આવે તો રોજબરોજના અનેક એવા હત્યા તથા આત્મહત્યાના અનેક એવા બનાવો સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે,એવામાં વડોદરા શહેરમાંથી આપઘાતની એક ચોંકાવનારી ઘટના હાલ સામે આવી છે જેમાં એક પટેલ વેપારીએ કેનાલમાં ઝંપલાવીને મૌતને વ્હાલું કરી લીધું હતું, મરતા પેહલા એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેઓએ મોટા મોટા ખુલાસા કર્યા હતા.
તમને જણાવી દઈએ કે આત્મહત્યાની આ ઘટના વડોદરા શહેરના દંતેશ્વરમાં આવેલ નેહલ પાર્કમાંથી સામે આવી છે જ્યા ટ્રાંસફરનો વ્યવસાય કરતા 40 વર્ષીય આનંદ પટેલે આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી ફેલાય ચુકી હતી,એવામાં આનંદભાઈ પટેલે આત્મહત્યા કરી લેતા તેઓના પરિવારજનોએ 3 આરોપી વિરુદ્ધ દુષ્પ્રેરણનો આરોપ લગાવીને તેઓના વિરુદ્ધ ફરિયાદ નૉંહાડવી હતી, આનંદ પટેલે મરતા પેહલા એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેઓએ ઘણા મોટા મોટા ઘટસ્ફોટ કર્યા હતા.
મરતક આનંદભાઈ પટેલના પત્ની એવા હેતલબેન પટેલ દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશનમાં વિશાલ ચંદુભાઈ જગસણિયા(જેતપુર,મોરબી), જયભાઈ ઉર્ફે જયેશ સુરેશભાઈ અમૃતિયા(રહે.જેતપુર,મોરબી) તથા જીગ્નેશ અરુણભાઈ વ્યાસ(રહે.અમદાવાદ) વિરુદ્ધ ગુનો નોંધાવ્યો.હતો હેતલબેન પટેલે પોલીસને જણાવ્યું હતું કે જુલાઈ 2022ની અંદર આ ત્રણેય આરોપીઓએ તેમના પતિ એટલે કે મૃતક આનંદ પટેલ પાસેથી રૂપિયા લીધા હતા જેમાંથી 6.80 રૂપિયા જેટલી મોટી રકમ પરત ન આપતા આનંદભાઈ પટેલની નાણાકીય લેવડદેવડમાં તકલીફ પડતા તેઓની ક્રેડિટ ખરાબ થઇ ચુકી હતી.
હેતલબેન પટેલે જણાવ્યું કે ધંધામાં આવી ક્રેડિટ ખરાબ થા તેમનો પતિ મનથી તૂટી ગયો હતો,એવામાં આ ત્રણેય આરોપીઓએ એક બીજા સાથે મળી ગયા હતા જે બાદ જયેશ પાસે રૂપિયાની માંગણી આનંદ પટેલ દ્વારા કરવામાં આવી હતી પરંતુ જયેશે આનંદભાઈ પટેલને ગાળો આપતા આનંદ ભાઈ પટેલે કહ્યું હતું કે ‘હવે મારી પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.’ આવું કેહતા જયેશે વળતો જવાબ આપતા કહ્યું હતું કે ‘તારે જે કરવું હોઈ તે કર’.
આ બાદ 22 જુલાઈ 2023 ના રોજ જયશે એક લાખ રૂપિયા આનંદભાઈ પટેલના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા જયારે 5.80 લાખ રૂપિયા જેટલી મોટી રકમ પરત આપી હતી નહીં. હેતલબેન કહે છે કે રૂપિયા પરત ન આપ્યા હોવાને કારણે જ તેઓએ આત્મહત્યા કરી લીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે 4 ઓગસ્ટના રોજ આનંદભાઈ પટેલ પોતાની બલેનો કાર લાને નીકળી પડયા હતા જે બાદ તેઓ કેનાલ પાસે પોહચીને તેમની ગાડી તથા મોબાઈલને મૂકીને કેનાલમાં મૌત માટે ઝંપલાવી દીધું હતું.
આનંદભાઈ પટેલે મરતા પેહલા લાંબી સુસાઇડ નોટ લખી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે “હું બહુ રૂપિયા કમાયો, પણ હવે મારી ઈજ્જત જતી રહી છે,મારી પાસે મરવા સિવાય ઇજો રસ્તો નથી, મને માફ કરજો.” સુસાઇડ નોટની અંદર આનંદભાઈ પટેલે જણાવ્યું હતું કે વિશાલ પાસેથી 5.80 લાખ, રોહિત ડાભી પાસેથી 30,800 અને મુકેશકાકા પાસેથી 1 લાખ રૂપિયા લેવાના છે, એટલું જ નહીં તેઓએ પોતાના બેન્ક ખાતા વિશે જણાવી દીધું હતું કે તેમના બેન્ક ઓફ બરોડાના ખાતામાં 10 હજાર રૂપિયા છે જયારે એન્જલ બ્રોકિંગમાં 26 હજાર રૂપિયા રાખવામાં આવેલ છે.