ઓનલાઈન લોનના રવાડે વડોદરાના યુવાને ગુમાવ્યો જીવ! આપઘાત પહેલા સુસાઇડ નોટમાં લખ્યું કે, મારા ઊંચા શોખ…
આપણે જાણીએ છે કે દેશ હવે ડીઝીટલ બની રહ્યો છે પરંતુ આજે ડીઝીટલ યુગમાં ઘણી સુવિધાઓ નો લોકો દુરુપયોગ પણ કરે છે. હાલમાં જ વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, વાત જાણે એમ છે કે 31 વર્ષના સિવિલ એન્જિનિયરે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું;. આ બનાવ ખરેખર ખુબ જ ચોંકાવનાર છે.
ચાલો આ બનાવ અંગે આપને જણાવીએ ખાનગી કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા મયુરભાઈ ઉમેશસિંહ મહિડા (ઉં.વ 31)ને અગાઉ પૈસાની જરૂર પડતા તેમણે ઓનલાઈન એપ્લિકેશન મારફતે ઓનલાઈન લોન લીધી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, લોનના હપ્તા ચુકતા કર્યા છતાં પણ પૈસાની માંગણી કરીને બીભત્સ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવતી હતી.
ગુજરાત ટેકના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, આ યુવાને આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી જેમાં યુવાને લખ્યું કે, આરતી (પત્ની) તું બન્ને (બાળકો)ને અને પપ્પાને તારી સાથે રાખજે. મને પણ દુઃખ થાય છે પણ મારા જોડે આ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. હું આ લોકોની ડિમાન્ડ પુરી કરીશ તો પણ આ લોકો ભવિષ્યમાં મને પાછો હેરાન કરશે. તમને કોઈ અજાણ્યા નંબરથી ફોન આવે તો તમારે વાત કરવી નહી. મને માફ કરશો. મારાથી જીવનમાં બહુ ભૂલ થઈ ગઈ છે. મારા ઊંચા શોખના કારણે મારા ઉપર વધારે દેવું થઇ ગયું છે. જેથી હું આ પગલુ ભરી રહ્યો છું.’આરતી તું મકાન અને ગાડી વેચીને ગુજરાન ચલાવજે. પપ્પાને તારી સાથે રાખજે. છોકરાઓને મારતા નહી. ખુશ રાખજો. લોનવાળાઓ મને ધમકી આપી રહ્યા છે જે મારાથી હવે સહન નથી થતું એટલે આ પગલુ ભરી રહ્યો છું.’
હાલમાં આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને સૌથી ખાસ વાત એ કે દરૅક નાગરિકોએ આવી ઓનલાઇન એપ્લિકેશન પર વિશ્વાસ ન કરવો જોઈએ અને કોઈપણ આવો ઓનલાઇન ફ્રોડ થાય તો તાત્કાલિક સાયબર સેલનો સંપર્ક કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી જોઈએ, જો આપણે સાવચેત રહીશું તો જ સલામત રહીશું અને સમજદારી માં જ સુરક્ષા છે એટલે દરેક નાગરિકોએએ ઓનલાઇન ફ્રોડથી જાગૃત રહેવું જોઈએ.