આજે પણ એક પિતા દિકરા ને યાદ કરતા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. મારા દીકરાની સગાઈ બાદ લગ્ન લીધા હતા, પણ
હાલ ના સમય મા મોટા શહેરો મા અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમા હીટ એન્ડ રન અને અકસ્માત ની ઘટના ઓ બની રહી છે ત્યારે સુરત બાદ વડોદરા મા પણ એક ઘટના બની હતી જેમા એક યુવતી ને સી.ટી બસે ટક્કર માલતા કમકમાટીભર્યુ મોત નિપજ્યું. આ પહેલાં થોડા દિવસ સમય પહેલા પણ યુવાન નુ પણ વડોદરા મા સી.ટી બસ ની ટક્કરે કરુણ મોત નિપજ્યું હતું.
સુરત ની યુવતી ની ઘટના બાદ અન્ય એક પરીવાર ની ઘટના ની યાદ તાજા થહી હતી અને ગયાં વર્ષ પણ એક પિતાએ પોતાનો જુવાનજોધ દીકરા ના ગુમાવ્યો હતો જેનુ મોત સીટી બસ ની ટક્કર થી થયુ હતુ. આ ઘટના ને યાદ કરતા વડોદરાના ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલ શિવસ્પંદ હાઇટ્સમાં રહેતા અરવિંદભાઇ સુથાર જણાવ્યું હતુ કે તેવો એ પોતાના 29 વર્ષિય દિકરા ને કેવી રીતે ગુમાવ્યો.
અરવિંદભાઇએ દિવ્યભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે, મારો દિકરો બ્રિજેશ ગત વર્ષે સોમા તળાવ પાસે તીર્થ બંગલો નજીક રોડ પર બમ્પ હતો છતાં સિટી બસવાળાએ મારા દીકરાના ટૂ-વ્હીલરને ટક્કર મારી દીધી અને આગળ જઇ ઊભો રહ્યો. જેથી લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને મારા દિકરાના ફોન પરથી મને ફોન કર્યો હતો કે, તમારા પુત્રને અકસ્માત થયો છે. અમે ત્યાં તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતાં. તો મારો દીકરો ત્યા રોડ પર ઘાયલ અવસ્થામાં પડ્યો હતો. જ્યાં ગલીના રસ્તામાં બમ્પ આવેલો છે ત્યાં જો સિટી બસ આવો અકસ્માત કરે તો એ બેદરકારી કહેવાય. અરવિંદભાઇ સુથાર આજે પણ આ ઘટના ને યાદ કરતા ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. કારણ કે એક પિતા અને દિકરા એ જીવન મા ઘણો સંઘર્ષ કર્યો હતો અને અરવિંદભાઇ સુથારે દિકરા ને ભણાવવા માટે
એક મિત્ર પાસેથી રાત્રે ઉછીના પૈસા લઇને તેની ફી માટે વ્યવસ્થા કરી હતી. બાદ મા દિકરા એ પણ મહેનત કરી ને સારી નોકરીએ લાગ્યો હતો અને બ્રિજેશની સગાઈ પણ કરવામા આવી હતી જયારે લગ્ન પણ કરવાના હતા પરંતુ કોરાના ના કારણે થોડા સમય બાદ લગ્ન કરવાના હતા અને જ્યારે ઘટના બન ત્યારે સાંજે બ્રીજેશ તેની માતાને ફોન કરીને કહ્યું હતું કે હું થોડીવારમાં જ ઘરે આવું છું. પણ તે ક્યારેય પરત ન ફર્યો.”