Gujarat

વડોદારા માથી ગાયબ થયેલ જોશી પરીવારની આ જગ્યાએ ભાળ મળી ! ઈકો કારમાં બેસીને અમદાવાદ તરફ

હાલ વડોદરા મા એક વિચીત્ર ઘટના જોવા મળી હતી જેમા એક પરીવાર રાતો રાત ગુમ થતા પોલીસ કાફલો દોડતો થયો હતો જો આ અંગે વાત કરવા મા આવે તો વડોદરા શહેર ના જોશી પરિવાર ના ચાર સભ્યો ગુમ થયા હતા આ પરીવાર વડોદરા શહેર ના કપુરાઈ ચોકડી પાસે રહેતો હતો જો કે તેવો નુ મુળ વતન ડબોઈ જાણવા મળ્યુ હતુ અને પોલીસ ને હવે આ પરીવાર ની ભાળ મળી હતી.

જો આ અંગે વિગતે વાત કરવા મા આવે તો વડોદારા શહેર ના કપુરાઈ ચોકડી મા કાન્હા હાઈટ્સ રહેતા જોશી પરિવાર ના ચાર સભ્યો જેમા રાહુલ જોશી જે ઘરના મોભી અને તેમની પત્ની અને સાથે એક પુત્ર અને પુત્રી છેલ્લા 9 દીવસ થી ગાયબ થઇ ગયા હતા જ્યારે બાદ રાહુલ જોશી ના ભાઈ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી.

જ્યારે આ ઘટના ની તપાસ માટે પોલીસ કાન્હા હાઈટ્સ મા પહોંચી હતી અને જ્યા રહેતા લોકો ને જોશી પરિવાર વિશે પુછપરછ હાથ ધરી હતી. જેમા એવુ સામે આવ્યુ હતુ કે ગુમ થયેલા પરિવારે ફ્લેટના સભ્યો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. જ્યાર બાદ પોલીસ ઘર ની અંદર તપાસ કરી હતી જેમા પોલીસ ને એક દસ પાના ની ચિઠ્ઠી મળી હતી જેમા એ ચિટ્ઠીમાં નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઈ, અલ્પેશ અને અલ્પેશ મેવાડા એમ ચાર વ્યક્તિના નામનો નામનો ઉલ્લેખ જોવા મળ્યો હતો.

જ્યારે પોલીસે આ ચિઠ્ઠી ને ધ્યાન મા લઈ ને અલગ અલગ દિશા મા તપાસ હાથ ધરી હતી અને જે લોકો ના નામ નો ઉલ્લેખ કારાયો હતો તેની પણ પુછપરછ કરાઈ હતી આ ઉપરાંત પોલીસ દ્વારા પરિવારના મોબાઈલ ફોનનો ડેટા પણ રિકવર કરવામાં આવ્યો છે.

પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ડભોઈનો જોશી પરિવાર અમદાવાદ જતો જોવા મળ્યો, પરિવારના ચારેય સભ્યો ઈકો કારમાં બેસીને અમદાવાદ તરફ જતો જોવો મળ્યો. હાલ પોલીસ ઈકો કારના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!