વડોદરા નો ગજબનો કીસ્સો ! મરી ગયેલો વ્યક્તિ 3 જ કલાંક મા ઘરે પાછો આવતા પરીવારની આંખો ફાટી ગઈ પછી ખબર પડી કે….
વડોદરામાં એક અજીબો ગરીબ કિસ્સો બન્યો છે અને જો તમને કહેવામાં આવે કે તમારા કોઈ સ્વજનનું મૃત્યુ થઈ ગયું છે અને તે વખતે તમારી તથા તમારા પરિવારજનો ની પરિસ્થિતિ કેવી હશે તમે વિચારી પણ શકો નહીં. અને જ્યારે તે મૃત થયેલ વ્યક્તિ સાંજે ફરીથી પાછો ફરે ત્યારે તમારી હાલત કેવી હશે? આ વાત વાંચવામાં ખુબ જ અજીબ લાગે છે પરંતુ આ ઘટના ખરેખર બની છે. આ સમગ્ર કિસ્સો વડોદરામાં બન્યો હતો, અને તેમાં એક પરિવાર એક બિનવારસી લાશને પોતાનો દીકરો સમજીને જ તેના અગ્નિસંસ્કાર કરી દીધા હતા. જ્યારે આ પરિવારે તે લાશને જોઈ ત્યારે તેમને પોતાનો દીકરો છે તેમ સમજીને તે લોકો તેના અંતિમ સંસ્કાર કરવા ગયા હતા, અને જ્યારે તેઓ તેના અંતિમ સંસ્કાર કરીને ઘરે પાછા ફર્યા હતા ત્યારે તે જ સમયે તેમનો પુત્ર ઘરમાં આવ્યો હતો અને આમ તેમના પુત્રને જોઈને જ પરિવારની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ હતી.
સમગ્ર ઘટના આ રીતે બની હતી તેમાં 16 મી તારીખે વડોદરાની દુમાડ ચોકડી પાસે હાઈવે ઉપર પોલીસને એક બિનવારસી 45 વર્ષીય કોઈ અજાણ્યા પુરુષની લાશ જોવા મળી હતી. અને પોલીસને જ્યારે આ લાશ ની જાણ થઈ ત્યારે તેમને તેનો ફોટો સોશિયલ મીડિયા ઉપર ફરતો કર્યો હતો.જ્યારે આ ફોટો વાઘોડિયાના સોમેશ્વર પુરા ગામમાં રહેતા સનાભાઇ ને મળ્યો હતો ત્યારે તેમને પોલીસને જણાવ્યું હતું કે આ તેમના દિકરાની લાશ છે અને તેને જોતાં જ તેના પિતા ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. જ્યારે તેમને તથા તેમના પરિવારજનોને જાણ થઈ કે તેમનો દીકરો મૃત્યુ પામ્યો છે ત્યારે તેમને હૃદય ઉપર પથ્થર મૂકીને પોતાના દીકરાના અગ્નિસંસ્કાર કર્યા હતા. અને જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા તેના થોડા જ સમય બાદ તેમનો પુત્ર સંજય તેમની સામે આવ્યો હતો આમ પરિવાર તેને જોઇને કંઇ જ સમજી શક્યું નહોતું અને જ્યારે તેમનો દીકરો પાછો આવ્યો ત્યારે આ વાત માનવા કોઈ તૈયાર ન હતું પરંતુ જ્યારે સમગ્ર હકીકતની જાણ થઈ ત્યારે સમગ્ર પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો હતો.
અહીં આપેલી તસવીર છે વડોદરાના દુમાડ ચોકડી પાસે મળી આવેલ લાશની, અને બીજી અલગ તસવીરમાં આ મૃતદેહ પોતાના દીકરા નો છે તેમ માનવામાં આવ્યું છે અને આ દરેક સમયે તેમના પિતા મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. જ્યારે સનાભાઇ ને જાણ થઈ કે આ તેમનો દીકરો છે ત્યારે તેમને અંતિમ સંસ્કાર કર્યા હતા અને આ મૃતદેહ તથા તેમના દીકરા સંજય વચ્ચે ખૂબ જ સામ્યતા હતી આમ બંને નો બાંધો ઉંમર અને સંજોગ બધું જ એકસરખું બની જવાથી જ પરિવાર થાપ ખાઈ ગયા હતા, અને તેની ઓળખમાં એટલી બધી તકલીફ ઉભી થઈ હતી કે પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી આમ પોલીસે સામેથી જ પોતાની ભૂલ થઈ ગઈ છે તેનો સ્વીકાર પણ કર્યો હતો.
પોલીસ સાથે વાત કરવામાં આવી ત્યારે પોલીસે જણાવ્યું હતું કે દુમાડ ચોકડી પાસે નેશનલ હાઇવે ઉપર પાણીનો નિકાલ કરવાની જગ્યા છે ત્યાં એક ઢાળ આવેલો છે અને ત્યાં જ એક લાશ પડેલી હતી, આમ અમારા પોલિસ મિત્રો ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમને ત્યાંથી દુર્ગંધ આવી હતી અને તેમને ત્યાં જોયું તો તેમને તે જગ્યાએ લાશ જોવા મળી હતી, FSLની હાજરીમાં જ લાશને ખસેડી દેવામાં આવી હતી અને તે જ આધારે સોશિયલ મીડિયા ઉપર આ લાશ નો ફોટો જોઇને એક ભાઈ આવ્યા.
પીએસઆઇ અંબારીયા એ કહ્યું હતું કે આ લાશને જોઈને એક સનાભાઇ નામના વ્યક્તિ આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે આ મારા દીકરા ની બોડી છે, અમે તેમને એક મહિના પહેલાં જોયો હતો અને તે ટ્રક તથા ટેમ્પો ચલાવતો હોવાથી કોઈપણ જગ્યાએ જઈને સૂઈ રહેતો હતો, અમે તેની ખરાઈ કરવા માટે પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલ્યા હતા અને તેમને કહ્યું હતું કે મારો દીકરો છે આમ જ્યારે અમે તેમની પાસેથી ID પ્રુફ માંગ્યું હતું ત્યારે તેમને નામ અને સરનામાં વાળું ચુંટણીકાર્ડ અમને બતાવ્યું હતું. જ્યારે બોડીને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવી હતી ત્યારે તેમાં કંઈ જ બહાર આવ્યું ન હતું અને તે લાશને બે દિવસ થઈ ગયા હોવાથી લાશ માંથી દુર્ગંધ આવવાની શરૂ થઈ ગઈ હતી તેથી અમે સમગ્ર વિગતો લખી ને તેની લાશને તેમના સગાઓને આપી દીધી હતી, ત્યારબાદ તેઓએ છાણી સ્મશાનમાં તેમની લાશ ને અગ્નિદાહ આપ્યો હતો.
પરંતુ પરિવાર જેવો અગ્નિસંસ્કાર કરીને પાછા ફર્યા ત્યારે સંજય તેમની સામે આવી ગયો હતો ત્યારે પીએસઆઇએ જણાવ્યું હતું કે આ મૃતદેહના અંતિમ સંસ્કાર જ્યારે કરવામાં આવ્યા ત્યારબાદ પરિવાર ફરી પાછો આવ્યો ત્યારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ સંજય વડોદરામાં જ પોતાના દૂરના સગા ને મળવા આવ્યો હતો. અને તેમ તે જ્યારે સનાભાઇ ના ઘરે ગયો ત્યારે સમગ્ર મામલાની હકીકત સામે આવી હતી, અને ત્યારબાદ તે લાશ સંજયની ન હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તદુપરાંત આ લાશ કોની છે તેની પણ કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવી છે.
શના ભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મારો દીકરો મારી સાથે ઘણો સમય રહેતો નથી, અને તે ઘણા સમયથી મારા ઘરે આવ્યો પણ નહોતો, તથા તેને દારૂ પીવાની પણ ખૂબ જ ખરાબ આદત છે આમ જે દિવસે આ લાશ મળી હતી તે દિવસે તેના મિત્રો મારા ઘરે આવ્યા હતા અને તેમણે મને કહ્યું હતું કે અમને એક લાશ જોવા મળી છે તમે ત્યાં જોઈ લો, જ્યારે હું ત્યાં જોવા માટે ગયો ત્યારે મારા દીકરા જેવો ચહેરો હતો અને તેના કપડાં પણ મારા દીકરા જેવા જ પહેરેલા હતા આ મને લાગ્યું કે આ મારો દીકરો છે તેથી અમે તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. જ્યારે બધી જ ક્રિયાઓ પતી ગઈ ત્યારે સાંજે મારો દીકરો રખડીને પાછો ઘરે આવ્યો હતો અને અમે તેને પૂછ્યું હતું કે તું ક્યાં હતો ત્યારે તેણે અમને કહ્યું કે હું બોટલો વીણવા ગયો હતો. તેની આ દારૂ પીવાની ખરાબ આદતને કારણે તેને કોઈ ટ્રક તથા ટેમ્પો પણ ચલાવવા દેતા નથી અને તેને પોતાને બે છોકરાં અને એક છોકરી છે. અને તે છેલ્લા દોઢ મહિનાથી અમારા ઘરે પણ આવ્યો નહોતો અને બહાર ફર્યા કરતો હતો અત્યારે તે હાલોલમાં રહે છે. અત્યારે છાણી પોલીસ સ્ટેશન આ સમગ્ર બાબતમાં તેમની ભૂલ થઈ હોવાનો સ્વીકાર કરી લીધો છે અને જે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેના સગા કોણ છે તેની પણ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
પોલીસે આગળ જણાવ્યું હતું કે અમે આમ તો હંમેશા સગા પાસે જ ઓળખ કરાવીએ છીએ અને આ લાશની ઓળખ કરવા પિતા અને પુત્ર બંને આવ્યા હતા તેથી અમે તેમના પત્ની ને બોલાવ્યા ન હતા. અને FSL માં પણ કાલાસ ની ઉંમર 45 વર્ષ હોવાનું બહાર આવ્યો હતો અને તેમના પિતાએ આઈડી પ્રૂફ બતાવ્યું હતું તેમાં તેમની ઉંમર 49 વર્ષ હતી તેથી બધું ભેગું થઈ ગયું હતું. અને અમને કોઈ પણ બિનવારસી લાશ મળે તે વખતે અમે તેમની પહેરેલી કોઈ વસ્તુ થી ઓળખ કરાવતા હોઈએ છીએ. આ મૃતદેહ પાસે કોઈ જ સ્માર્ટફોન કે કોઈ આઈડી પ્રુફ હતું નહીં. અને આ સંજય ટ્રક તથા ટેમ્પો ચલાવતો હતો અને આ મૃતદેહ પણ હાઇવે ઉપર મળી આવતા જ પોલીસને એવું લાગ્યું હતું કે આ કદાચ શનાભાઈના પુત્રનો મૃતદેહ હશે.