‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ વૈશાલી ઠક્કરની આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યું કારણ
છેલ્લા ઘણા સમય થી આપઘાત ના બનાવો મા સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેમા હવે મોટા કલાકારો પણ બાકી નથી રહ્યા…છેલ્લા બે વર્ષ મા ઘણા કલાકારો એ દુનિયા ને અલવિદા કહી દીધુ છે ત્યારે વધુ એક એક્ટર વૈશાલી ઠક્કરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ટીવી જગત મા સન્નાટો છવાઈ ગયો હતો.
જો આ ઘટના અંગે વાત કરવા મા આવે તો વૈશાલી ઠક્કરે પોતાના મધ્યપ્રદેશના ઈન્દોર રહે છે અને ઘણી લોકપ્રિય સિરિયલ “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” મા કામ કરે છે વૈશાલી ઠક્કરે ની આ પ્રથમ સીરીયલ છે જે સ્ટાર પ્લસ ચેનલ પર આવે છે જયારે સંજનાનું પાત્ર ભજવતી હતી. આ પાત્રથી તે ખૂબ ફેમસ થઈ ગઈ હતી. જ્યારે હવે એક સ્યુસાઈડ નોટ લખી ને તેણે આપઘાત કરી લીધો છે.
આ સમગ્ર ઘટના તેજાજીનગર પોલીસ સ્ટેશનનો છે. પોલીસે સમગ્ર બાબતની નોંધ લઈને લાશને પોસ્ટમોર્ટમ માટે એમએસ હોસ્પિટલમાં મોકલી છે અને સંપૂર્ણ તપાસ શરુ કરી દીધી છે. પોલીસ ની પ્રાથમિક તપાસ મા આપઘાત કરવાનું કારણ પ્રેમ પ્રકરણ હોય શકે તેવુ અનુમાન લગાવામા આવ્યુ છે.જ્યારે ઘટના પર થી એક સ્યુસાઈડ નોટ મણ મળી આવી હતી જેમા શુ લખ્યુ છે એ હજુ સામે આવ્યુ નથી.
વૈશાલી ઠક્કરે 2015 થી ઘણી જાણીતી ટીવી સ્ટાર છે અને યે “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” સીરીયલ થી તે ઘણી ફેમસ થઇ હતી. આ શો બાદ તે ‘યે વાદા રહા’, ‘યે હૈ આશિકી’ ‘સસુરાલ સિમર કા’, ‘સુપર સિસ્ટર’, ‘લાલ ઈશ્ક’ અને ‘વિષ ઓર અમૃત’માં જોવા મળી હતી. વૈશાલીનું સૌથી પોપ્યુલર કેરેક્ટર ‘સસુરાલ સિમર કા’માં અંજલી ભારદ્વાજનું હતું, જેનાથી તેને ગોલ્ડન પેટલ અવોર્ડ્સથી બેસ્ટ એક્ટ્રેસ ઇન નેગેટિવ રોલથી સન્માનિત કરવામાં આવી હતી.