Gujarat

દ્વારકાધીશ ના અનોખા ભક્ત છે વાલાભાઈ ગઢવી ! પોતાના ગામ થી 850 કિલોમીટર દુર દ્વારકા એવી રીતે પહોચ્યા કે જાણી તમે પણ વિચાર મા પડી જશો…

આ જગતમાં લોકો એવી એવી ભક્તિ કરે કે સ્વયં ઠાકરને આ ધરતી પર ફરી આવવું પડે. ખરેખર આજે આપણે એક એવા જ અનોખા ભક્તની વાત કરીશું. દ્વારકામાં રાજાધિરાજ રૂપે બીરાજમાન શ્રી કૃષ્ણની સૌ કોઈ ભક્તિ કરીને તેમને પ્રસન્ન કરે છે. આજે એજ કાળિયા ઠાકોરના ભગત વેલા બાપાની અમે આપને વાત કરીશું કારણ કે તેઓની ભક્તિ ખૂબ જ અનોખી છે.

વેલા બાપા 850 km ચાલીને જગતમંદિર પહોંચશે છે. આ અનોખા ભગતનું નામ  છે. વાલા બાપા ગઢવી છે. જેઓ ગોધરાના રહેવાસી છે.  ગોધરા ચારણ સમાજનું ગૌરવ એવા ચારણ વાલા લાખા ગઢવીએ સમગ્ર ભારતના કલ્યાણ માટે તથા બધા જ દેશવાસીઓ

માટે દ્વારકાધીશના દર્શન કરવા ઉલટા પગલે ચાલીને 625 કીમી અંતર કાપી ગોધરા તાલુકાના નરસીપૂર ગામથી અખિલ બ્રહ્માંડના માલિક જગતના નાથ એવા દ્વારકાધીશના દર્શન કરવાનું નક્કી કર્યું છે.

એક મહિના અને એક દિવસથી સતત ઉલટા પગે ચાલીને આ યાત્રા પૂર્ણ કરે એવી આશા છે. સ્વયં દ્વારકાધીશના આદેશથી ઉલટા પગે દેશના રક્ષણ કાજે જઈ રહ્યા છે. નરસીપૂરથી નીકળ્યા બાદ ગામે ગામથી સેવકો તેમની સેવામાં મદદરૂપ થઇ રહ્યા છે. સતત ઉલટા પગે ચાલ્યા બાદ રાત્રિના સમયે થોડો વિસામો ખાધા બાદ ફરી તેઓ આ યાત્રા ચાલુ રાખે છે.

  દ્વારકાધીશ મંદિરે પહોંચશે ત્યાં સુધીમાં અનેક સેવકો પણ સતત તેમની સેવામાં છે.આ પદયાત્રા ઉલટા પગે ચાલીને દ્વારકા બાદ સોમનાથ પહોંચીને પૂર્ણ થશે.

ત્યારે દેશના રક્ષણ કાજે દેશના આવા વૃદ્ધ ચાલીને પદયાત્રા કરી રહ્યા છે જે એક ગૌરવની બાબત છે. આજના સમયના આવા વ્યક્તિ બહુ ઓછા જોવા મળે છે કે જેમની અંદર આટલી અતૂટ ભક્તિ જોવા મળે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!