લગ્નમા જઈ લહેલા પટેલ દંપતી ને અકસ્માત નડ્યો ! પતિ ની નજર સામે જ પત્ની નુ મોત થયુ.
રાજય મા રોજ કયાંક ને કયાંક અકસ્માત ની ઘટના ઓ બનતી રહે છે ત્યારે ગઈ કાલે જ સુરત મા એક યુવાન નો વિચીત્ર અકસ્માત મા જીવ ગયો હતો જેમા રોંગ સાઈડ મા આવતા સાઇકલ સવાર ને બચાવવા જતે અકસ્માત મા MBA ના વિદ્યાર્થી એ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો આવી રીતે કોઈકની ભુલ કોઈ ભોગવે તેવી સ્થિતિ અકસ્માત બનતી હોય છે ત્યારે વધુ એક અકસ્માત ની ઘટના બની છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ગામના કમઠી ફળિયા ખાતે રહેતા ભરતભાઈ ખાલપભાઈ પટેલ અને તેમના પત્ની ઉષાબેન ભરતભાઈ પટેલ અને પૌત્ર શિવ યોગેશભાઈ પટેલ આજરોજ બાઈક ન. GJ-15-R-6615 ઉપર વાપી ખાતે લગ્નમાં જઈ રહ્યા હતા. ત્યાર બગવાડા ટોલનાકા હાઈવે પર અચાનક ઉષાબહેન ગાડી પર થી પડી ગયા હતા.
ગાડી પર થી પડતા ની સાથે જ પાછળ થી ફુલ ઝડપે આવતાં ટ્રકે ઉષાબહેન ને અડફેટે લીધા હતા અને ઉષાબહેન નુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ. ઉષાબહેન ના દેહને ઓરવાડ સીએચસી ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના મા જાણવા મળ્યુ હતુ કે ટ્રક નંબર GJ-12-BT-0218 હતો અને ઉષાબહેન ના પતિ દ્વારા પારડી પોલીસ મથકે ટ્રક ચાલક રાજેશ કરસનભાઈ ખટારીયા રહે કચ્છ ભુજ સામે ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે ટ્રક ચાલક ની ઘરપકડ કરી હતી.