વલસાડની મહિલા કોન્સ્ટેબલની રહસ્યમય સંજોગનાં દરિયામાં ડૂબી જતા થયું દુઃખદ નિધન! હત્યા કે આત્મહત્યા અંગે પોલીસ પણ…
ખરેખર દિવસેને દિવસે અનેક પ્રકારની દુઃખદ ઘટનાઓ બની રહી છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,વલસાડ સીટી પોલીસ મથકે ફરજ બજાવતી મહિલા કોન્ટેબલનું તિથલના દરિયામાં ડૂબી જતા મોત થયું. આ દુઃખદ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના અંગે વધુ વિગતો જાણીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,વલસાડ સિટી પોલિસ મથકની મહિલા કોન્સ્ટેબલનું અગમ્ય કારણસર દરિયામાં પડી જવાથી દુઃખદ નિધન થઈ ગયું. આ ઘટનાને પગલે પોલીસ તપાસ કરી રહી છે કે મહિલા કોન્સ્ટેબલના મોતની ઘટના આપઘાતની છે કે અકસ્માતની છે? સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્દભવે છે કે, મહિલા મોડી રાતે તિથલ બીચ પર જવાનું શું કારણ હતું તે અંગે પણ હજી પોલીસને કોઇ માહિતી જાણવા મળી નથી.
આ દુઃખદ ઘટનાની જાણ સીટી પોલીસની ટીમને થતા સીટી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો કરેલ અને તપાસ હાથ ધરી છે. મૃતક વિશે જાણીએ તો પૂજાબેન થોડા સમય પહેલા પોલીસ વિભાગમાં જોડાયા હતા.
તેમના મોતની જાણ થતાં વલસાડ સીટી પોલીસની ટીમએ તાત્કાલિક વલસાડના તિથલ બીચ ખાતે પહોંચી દરિયામાં ડૂબી ગયેલી પૂજબેનની લાશનો કબ્જો મેળવ્યો હતો.
તિથલ બીચથી લાશનો કબ્જો મેળવી મહિલા WLRPCએ ક્યાં આપઘાત કર્યો કે અકસ્માત છે તે જાણવાના પ્રયાસો હાથ ધર્યો છે. પોલીસે પૂજાની લાશનો કબ્જો મેળવી લાશને PM માટે મોકલાવી છે. મધ્યમ પરિવારની પૂજા પ્રજાપતિના પિતા સોહનલાલ પ્રજાપતિ મૂળ રાજસ્થાનના વતની છે અને વર્ષોથી વલસાડમાં સ્થાયી થયા હતા.તેઓ ટાઇલ્સ ફિટિંગનું કામ કરે છે.તેમને 3 સંતાનો છે જેમાં બે ભાઇ સંજય અને પ્રકાશ છે અને તેમાં સૌથી નાની પૂજા હતી. હાલમાં દીકરીનું નિધન થતા જ પરીવારમાં દુઃખદ વાતાવરણ છવાઈ ગયેલ.