GujaratUseful information

શુ જેર સમાન છે આ વૃક્ષ??? વન વિભાગે પણ પ્રતિબંધ લગાવ્યો આ વૃક્ષ પર જાણો શુ કારણ છે અને કયું વૃક્ષ

તમને ખબર જ હશે કે હાલ ક્લાઈમેટ ચેન્જની કેટલી બધી ઘટનાઓ થઇ રહી છે એવામાં દરેક લોકોને વૃક્ષો વાવવા વિશે કહેવામાં આવે છે જેનાથી આપણું પર્યાવરણ વધારે ટકી શકે. વનમાં અનેક પ્રકારના વૃક્ષો ઉગવામાં આવતા હોય છે જેની ખાસિયત વિશે તો આપણે પણ નથી જાણતા હોતા એવામાં ગુજરાત સરકારે વૃક્ષને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા કોનોકાર્પસના ના વાવેતર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

હવે તમને વિચાર થશે કે એવું તો શું હશે આ વૃક્ષમાં કે તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો તો મિત્રો ચાલો તમને આ વૃક્ષ વિશે માહિતગાર કરીએ, આ વૃક્ષના ગેરફાયદા વિશે જાણવા મળેલ છે કે આ વૃક્ષના મૂળિયા ખુબ જ ઊંડે સુધી જાય છે જેના લીધે સંદેશાવ્યવહાર કેબલ,ડ્રેનેજ સુવિધા, પાણીની પાઇપ લાઈનોને નુકશાન કરી રહ્યું છે એટલું જ નહીં કોનોકાર્પસના વૃક્ષ લોકોને શરદી,અસ્થમા તથા શરદી તથા અનેક એવી અલગ અલગ એલર્જી થતી હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

હાલ તો વન વિભાગ દ્વારા આ વૃક્ષને વાવેતર કરવામાં પ્રતિબંધ મુકવામાં આવે તે માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જેને લઈને આખા રાજ્યમાં તમામ રીતે આ વૃક્ષના વાવેતરમાં પ્રતિબંધ લાગ્યો હતો, ખાનગી ધોરણે પણ આ પ્રતિબંધનું પાલન કરવાનું રહેશે. કોનોકાર્પસના આ વૃક્ષ રસ્તાને લીલાછમ બનાવા માટે ડિવાઈડર ઉપર બનાવામાં આવે છે જયારે અમુક દેશોમાં હરિયાળી માટે આવા વૃક્ષોની વાવણી કરવામાં આવતી હોય છે, એટલું જ નહીં આ વૃક્ષ રણપ્રદેશના વાતાવરણ માંથી ઉડીને આવતી ધૂળ તથા ગંદકીને રોકે છે.

તમને જણાવી દઈએ કે ગલ્ફના દેશોમાં આ વૃક્ષના વાવેતર પર પ્રતિબંધ લાગી જ ગયો છે કારણ કે આ વૃક્ષના મૂળિયા ઘણા બધા મજબૂત તથા ઊંડે સુધી પથરાયે હોય છે જેને લીધે જ જમીનમાં પથરાયેલી પાઇપલાઇનોને નુકશાન પોંહચાડે છે એટલું જ નહીં આ વૃક્ષ માણસના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરતી હોવાની વાત સામે આવી છે, આ કારણોને લીધે જ હાલ આ વૃક્ષના વાવેતર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!