Gujarat

જુનાગઢ મા વનરાજા હનુમાનજી દર્શન કરવા માટે પહોંચ્યા ! જુઓ અદ્ભુત વિડીઓ

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે. હાલમાં એક ખૂબ જ રોમાંચક અને આધ્યાત્મિક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક સિંહ હનુમાનજીની મઢી (Hanuman Temple ) પાસે દાદાના દર્શન કરવા પહોંચ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સિંહના વિડીયો (lion video ) તો અનેકવાર તમે જોયા હશે પરંતુ આવો વિડીયો તમેં ક્યારેય નહીં જોયો હોય. આપણે જાણીએ છે કે એક વાત સત્ય છે કે આ સુષ્ટિ પર અનેક જીવો હોવા છતાં પણ દરેક જીવમાં લાગણી અને પ્રેમ રહેલ હોય છે. દરેક પશુ- પ્રાણી અને પક્ષીઓ પણ માનવીની જેમ જ સમજે છે. ફરક માત્ર એટલો છે કે તેઓ બોલી નથી શકતા.

સાવજ જે રીતે હનુમાનજીની મઢી પાસે પહોંચીને જે રીતે સિંહના હાવભાવ જોવા મળે છે તે ખૂબ જ શાંતિદાયક અને દિવ્યતાથી ભરેલા છે. આ વિડીયો જૂનાગઢનો હોય શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વીડિયો અંગે અમે કોઈપણ પ્રકારની પુષ્ટિ નથી કરતા.

જૂનાગઢ શહેરમાં (Junagadh city )તો અવારનવાર અનેક જગ્યાએ સિંહ લટાર મારતા જોવા મળે છે, ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર આવેલ એક મઢી તરફ સિંહ જાય છે અને આ સિંહ(Lion) મઢીની તરફ જઈને ત્યાં રહેલ ઝાડ ( Tree ) થડ પર બાંધેલ ધજાને સ્પર્શ કરીને સિંહ ચાલ્યો જાય છે. ખરેખર આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!