વડોદરાના પરિવારમાં ખુશીના મહોલ પર શોકનું મોજું ફરી વળ્યું ! જે દિવસે ગૃહપ્રવેશ કરવાનો હતો તે જ દિવસે 3 વર્ષીય માસૂમનું મૌત થતા પરિવારી હીબકે ચડ્યો…..
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર બનેલી ઘટના વિશે તો હાલ આખું ગુજરાત જાણતું થઇ ચૂક્યું છે, આ ઘટનાની અંદર એક સાથે નવ નવ લોકોના જીવ કચડાયા હતા, હાલ તો આ ઘટનાનો મુખ્ય આરોપી એવા તથ્ય પટેલને ધરપકડમાં રાખવામાં આવેલ છે અને તમામ જિલ્લાની પોલીસ દ્વારા હવે ટ્રાફિક તથા વાહનોને લઈને ખુબ મજબુત થઇ ચુક્યા છે તેમ છતાં હાલ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી, એવામાં વડોદરા શહેરમાંથી એક ખુબ કરુણતા ભર્યો અકસ્માતની ઘટના હાલ સામે આવી છે.
જેમાં એક આડેધડ વાહન 3 વર્ષના ફૂલ જેવા દીકરાને પોતાની ઝપેટમાં લીધો હતો, આ ઘટનાને પગલે મૃતક બાળકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. એટલું જ નહીં જે દિવસે નવા ઘરના ગૃહપ્રવેશની ખુશીઓ છવાયેલી હતી તે જ દિવસે દીકરાનું કરુણતા ભર્યું મૃત્યુ નિપજતા સૌ કોઈ ભાવુક જ થયું હતું. પોતાના દીકરાનું આવી રીતે મૃત્યુ થતા એક પિતાએ પોતાની કરુણા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જે દીકરાના ભવિષ્ય માટે મકાન ખરીદ્યું હતું તે જ દીકરો નવા ઘરમાં આવી ન શક્યો.
આ પુરી ઘટના વિશે જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરની અંદર આવેલ ભાયલી વિસ્તારના રબારીવાસમાં રહેતા સંજયભાઈ રાવલ તેમના 3 વર્ષીય દીકરા યુવરાજને લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ ભાયલી નજીક આવેલ સ્મશાન બાજુ રોન્ગ સાઈડ માંથી જતા ટેમ્પોએ તેઓની બાઇકને ટક્કર મારી દીધી હતી જેના પગલે સંજયભાઈ ઈજાગ્રસ્ત થયા હતા જયારે યુવરાજને ગંભીર ઇજા થતા તેને તરત જ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા જ્યા તબિયતમાં સુધાર ન આવતા વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડતા યુવરાજનું ગણતરીના સમયમાં મૃત્યુ થયું હતું.
આ ઘટના વિશે જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને ઘટના આરોપી વિપુલ રાવલની અટકાયત કરી લીધી હતી, આ ઘટના અંગે મૃતક યુવરાજના પિતા સંજયભાઈ રાવલે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે તેઓ જયારે નોકરી પરથી છૂટયા હતા ત્યારે તેઓની પાસે વાહન ન હતું જે બાદ તેમનો મિત્રો રાણેશ્વર તેમને મુકવા માટે આવ્યો હતો જ્યા તેમનો ભાઈ તેમના દીકરા યુવરાજને લઈને આવ્યો હતો જ્યા બાઈક પર જ્યા સંજયભાઈ પોતે બાઈક પર યુવરાજ સાથે જતા તેમનો ભાઈ વણમા બેસી ગયો હતો.
સંજયભાઈએ આગળ જણાવ્યું કે જયારે તેઓના દીકરાએ દૂધ માંગ્યું ત્યાં તો એક વાહન ચાલકે રોન્ગ સાઈડમાં આવીને બાઇકને ટક્કર મારી દીધી જેમાં તેઓનો દીકરો નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જે બાદ તેની વણમા જ તરત જ તેમના દીકરાને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યો હતો જ્યા ગણતરીના કલાકોમા જ મસામને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો, એક પિતાએ રડતા રડતા પોતાની મનોવ્યથા જણાવતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડ્રોમાં તેઓને મકાન લાગ્યું હતું જેમાં ગૃહપ્રવેશ કરવાનો હતો.
એવામાં ગૃહપ્રવેશના દિવસે જ દીકરાનું આવું મૃત્યુ થયું, તે અમારા આ નવા ઘરની અંદર પણ પ્રવેશી શક્યો નહીં તેનું સંજયભાઈને ખુબ દુઃખ લાગ્યું હતું, મૃતકના પિતાએ આ ઘટનાને લઈને ન્યાયની માંગણી કરી હતી.