Gujarat

મા પોતાનું સપનું પૂરું કર્યું, દીકરાનો નહીં પણ દીકરીનો વરઘોડો કાઢ્યો, કારણ જાણીને આંસુઓ વહી જશે.

આજના સમયમાં હાલમાં જ્યારે લગ્નની સિઝનો ચાલી રહી છે, ત્યારે અનેક પ્રકારના લગ્નની અજબ ગજબ રસમો રીતિ રિવાજો જોવા મળે છે. આપણે ત્યાં કેહવાય છે ને કે, વરરાજો ઘોડી ચઢીને જાન જોડીને યુવતીને પરણવા આવે છે. હાલમાં સોશિયલ મીડિયામાં તસ્વીરો વાયરલ થઈ રહી છે, જેમાં વરરાજો ઘોડે નથી ચડ્યો પરંતુ નવવધૂ ચઢી છે.આ દ્રશ્ય જોઈને તમને પણ આશ્ચય ચકિત થશે. ખરેખર આ વાત વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપીએ કે, ખરેખર એવી તે ઘટના શું ઘટી હતી.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મધ્ય પ્રદેશ દસતના શહેરમાં વલેચા પરિવારની એકમાત્ર દીકરી પોતાના લગ્ન માટે ઘોડા ઉપર સવાર થઈને નીકળી, જાન ખુબ જ ધામધૂમથી સતનાથી કોટા જવા માટે રવાના થઇ હતી.  પરિવાર દ્વારા દીકરીની ઘોડા ઉપર ચઢવાની ઈચ્છા પૂર્ણ કરવામાં આવી. ખરેખર દિકરાઓની ઘોડે ચડવાની પરંપરા અને સપના જોયા પણ આ ઘટના ક્યારેય કોઈ ન નિહાળી હશે.

આ એક માત્ર સપનું સાકાર કરવાની વાત ન હતી પણ
સમાજને એ સંદેશ પણ આપવામાં આવ્યો કે દીકરી કોઈ ઉપર ભાર નથી. દીકરા અને દીકરીમાં કોઈ અંતર નથી. જેટલો અધિકાર સમાજમાં દીકરાનો છે તેટલો જ અધિકાર દીકરીઓનો પણ છે. ખરેખર આ એક ખૂબ જ ઉમદા કાર્ય હતું.ભલે રીતિ રિવાજો બદલાઈ ગયા હોય પણ એમાં પરિવર્તન ની સાથે પ્રેરણા સમાન વાત હતી.

નવવધૂ દીપા વલેચા ક્યારેય વિચાર્યું નહોતું કે તે ઘોડી ઉપર બેસસે. જયારે મેં જ્યું કે આ લોકોએ આટલું બધું પ્લાનિંગ કર્યું ત્યારે મને લાગ્યું કે મારો પરિવાર મારા વિશે આટલું બધું વિચારે છે.સમાજમાં મોટાભાગે દીકરાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. આજ કારણે અમે અમારી દીકરીનો વરઘોડો કાઢીને સમાજને સંદેશ આપવા માંગીએ છીએ કે દીકરીઓનું સન્માન કરો. કારણ કે દીકરી છે તો કાલ છે.
માતાનું સપનું હતું કે દીકરીનો વર ઘોડો નીકળે એટલે 25 વર્ષ પછી અમારા પરિવારમાં કોઈ દીકરીના લગ્ન થઇ રહ્યા છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!