ગુજરાત ના આ ક્ષેત્ર મા સરેરાશ 36 ઈંચ વરસાદ પડવાની હવામાન વિભાગ ની આગાહી.
ખુબ ઝડપ થી ચોમાસુ ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે છેલ્લા એક અઠવાડિયા થી મુંબઈ મા ખુબ વરસાદ પડી રહયો છે અને જાહેર જીવન ખોરવાયું હતુ જ્યારે ગુજરાત ની વાત કરવામા આવે તો આ વર્ષે ચોમાસુ સારુ રહશે તેવી ખેડૂતો ને આશા છે.
આ ઉપરાંત હવામાન વિભાગ ની આગાહી પર ધ્યાન આપવામા આવે તો હવામાન ખાતા દ્વારા આગાહી કરવામા આવી છે કે ગુજરાત મા 13 જુન ના રોજ ચોમાસું પ્રવેશ કરશે અને જુન માસ ના અંત સુધી મા 4/5 ઈંચ વરસાદ પડશે આ ઉપરાંત સૌરાષ્ટ્ર મા સરેરાશ 36 ઈંચ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
જો ગયાં વર્ષ ની વાત કરવામા આવે તો રાજકોટ મા સરેરાશ 49 ઈંચ વરસાદ વરસ્યો હતો અને આ વર્ષે મુંબઈ મા શરુવાત મા જ જળબંબાકાર બોલવી દીધા છે તો હવે આગામી દીવસો મા ગુજરાત મા કેવુ વાતાવરણ રહશે તેના પર સૌની નજર રહેશે.