શુ તમે જાણો છો વાવાઝોડા ના નામ કેવી રીતે પાડવામા આવે છે ?? બિપોરજોય વાવાઝોડા ના નામ નો અર્થ એવો થાય છે કે…
ગુજરાત રાજ્યમાં જો છેલ્લા થોડાક સમયથી વાત કરવા માં આવે તો દરેક સમાચારપત્રો તથા ન્યુઝ ચેનલો પણ એક જ શબ્દ ચર્ચિત થઇ રહ્યો છે, જેનું નામ છે ‘બિપોરજોય’ વાવાઝોડું. આ વાવાઝોડાને પગલે ગુજરાતના અનેક કાંઠાના વિસ્તારો તથા સૌરાષ્ટ તથા કચ્છના વિસ્તારને આ વાવાઝોડાની અસર થઇ રહી હતી. મિત્રો આ વાવાઝોડાના નામ વિશે તો તમને ખબર જ હશે પરંતુ તમને એ ખબર છે કે આ વાવાઝોડાને નામ કોણ આપે છે ?કેવી રીતે અપાય છે આવા નામ? તો ચાલો તમને આ અંગે જણાવી દઈએ.
‘બિપોરજોય’નો અર્થ (biporjoy meaning):
વર્ષ 2000બાદ ભારત,મ્યાનમાર,ઓમાન, શ્રીલંકા, થાઈલેન્ડ તથા બાંગ્લાદેશ જેવા દેશોએ વાવાઝોડાના નામ રાખવાનું શરૂ કર્યું હતું જે હજી સુધી ચાલતું આવી રહ્યું છે.એવામાં આ ‘બિપોરજોય’ વાવાઝોડાને આવું નામ કેવી રીતે મળ્યું ? ઘણા ઓછા લોકોને આ અંગે ખબર હશે. ‘બિપોરજોય'(biporjoy meaning) નૂ અર્થ આપદા અથવા તો મુશ્કેલી થાય છે. તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં જેટલા પણ વાવાઝોડા આવે તેમના દરેક ના નામ દેશ રાખે છે.
તમને ખબર હશે કે વાવાઝોડાના નામ ઘણા અજીબો ગરીબ હોઈ છે.’તાઉતે’ તથા ‘ઓખી’ જેવા વાવાઝોડાના નામ સાંભળ્યા જ હશે એવામાં હવે બિપોરજોય વાવઝોડુ આવી રહ્યું છે.આ નામ તો હજી થોડાક આપણને સામાન્ય લાગશે પરંતુ વાવાઝોડાના નામ તો ખુબ ફની પણ હોય છે. બુલબુલ, પેલીન,લીઝ,હુદહુદ, નિસર્ગ તથા નિવાર જેવા અનેક તોફાનો આવી ચૂકેલ છે જેના ફક્ત નામ માત્રથી આપણને હસવું આવી જાય છે.
ક્યાં ક્યાં દેશો આપે છે વાવાઝોડાને નામ ?
વર્ષ 2000 માંથી વાવઝોડાના નામો રાખવામાં અનેક એવા દેશો જોડાયેલા છે, એવામાં તમને જાણતા નવાય લાગશે કે વાવાઝોડાના નામ દરેક દેશો પોતાના વારા અનુસાર રાખી શકે છે, અમુક એહવાલો અનુસાર ઍનટાલિટીક શેત્રના વિસ્તારોમાં વાવઝોડાનુ નામ નક્કી કરવાની શરૂઆત વર્ષ 1953માં થઇ હતી જ્યારે હિન્દ મહાસાગરના વિસ્તારોમાં વાવાઝોડાના નામ રાખવાની પ્રથા વર્ષ 2014માં કરવામાં આવી હતી. હિન્દ મહાસાગરની અંદર કુલ આઠ દેશોનો સમાવેશ થાય છે જેમાં ભારત,બાંગ્લાદેશ,માલદીવ, મ્યાનમાર,ઓમાન,પાકિસ્તાન, થાઈલેન્ડ તથા શ્રીલંકા જેવા દેશોનો સમાવેશ થાય છે અને નવી સૂચિ અનુસાર વર્ષ 2019ની અંદર આ સૂચીમાં ઈરાન,કતાર,સાઉદી અરબ અને uae જેવા દેશોને પણ સ્થાન આપવામાં આવ્યું હતું.
જયારે પણ કોઈ વાવાઝોડું(cyclone) મહાસાગરોમાં સર્જન પામતું હોય છે ત્યારે હિડન મહાસાગરમાં શામેલ દેશો પોતાના કર્મ અનુસાર વાવાઝોડાને અનુરુપ નામ આપી શકે છે. વર્ષ 2017માં ભારતમાં આવેલ ઓખી વાવાઝોડાનું નામ બાંગ્લાદેશે આપ્યું હતું જ્યારે સોમાલિયામાં આવેલ ચક્રવાતનું નામ ભારતે આપ્યું હતું આમ કર્મ અનુસાર દરેક દેશો સર્જન થતા વાવાઝોડાને નામ આપવા લાગે છે, હાલ ગુજરાત તરફથી પસાર થઇ રહેલ ‘બિપોરજોય’ વાવાઝોડાને બાંગ્લાદેશે નામ આપ્યું હતું.
આવનાર 25 વર્ષો માટે ભારતે નક્કી કરેલ છે આ નામો :
આવી વાત સાંભળ્યા બાદ તમે પણ આશ્ચર્યમાં મુકાયા હશો પરંતુ હજી આ વાત અહીં પૂર્ણ નથી થાતી. આવનાર 25 વર્ષો સુધી જે જે વાવાઝોડા આવશે તે તમામના નામ તૈયાર જ છે, જેમાં ભારતે પોતાના વાવાઝોડાના નામ ગતિ,તેજ,મુરાસુ,આગ, નીર,પ્રભંજન ધુરની, અંબુલ જલાધિ અને વેગ જેવા નામ આપ્યા હતા જયારે બાંગ્લાદેશે અનરબ અને કતર શાહીન નામ નક્કી કરી રાખ્યા છે.
શું નાના વાવાઝોડાને પણ નામ આપવામાં આવે છે?
કોઈ પણ વાવઝોડુ આવે જેની ગતિ ઓછામાં ઓછી 63 કિમિ પ્રતિ કલાકની હોય તેવા જ વાવાઝોડાને જ નામ આપવામાં આવે છે. વાવાઝોડાની અંદર પણ અનેક એવી શ્રેણી પણ પાડવામાં આવી છે જેમાં જેમાં ગંભીર તથા સુપર ચક્રવાત કેહવામાં આવે છે. વાવાઝોડાની સ્પીડ 118 કિમિ પ્રતિ કલાકની હોય તો તેને ગંભીર શ્રેણીનું વાવાઝોડું ગણવામાં આવે છે જ્યારે વાવઝોડાની ગતિ 221 કિમિ પ્રતિ કલાકથી પણ વધારે હોય છે તો તેને સુપર ચક્રવાતી તોફાન તરીકે ઓળખવામાં આવે છે.
વાવાઝોડાંના નામ શા માટે રાખવામાં આવે છે ?
આખી દુનિયામાં એક સાથે એક થી વધારે ચક્રવાત આવી શકે છે જે લાંબા સમય જેમ કે એક સપ્તાહ સુધી ચાલી શકે છે આથી જ આ આપદાને પહોંચી વળવા માટે જોખમ જાગૃતતા, પ્રબંધ, સેવા કર્યો અને કોઈ પ્રકારના કાર્યોના સુવિધાજનક બનાવવામાં કોઈ ભ્રમથી બચવા માટે આ ચક્રવાતને અલગ નામ આપવામાં આવે છે, આવી રજુઆત સંયુક્ત રાષ્ટ્રની એજર્સની વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન(wmo) દ્વારા કરવામાં આવી છે.
કોઈ પણ વાવાઝોડું હોય, વાવઝોડાનું નામ તમે ગમે તેવું આપી શકતા નથી તેના માટે પણ એક અલગથી નિયમ ઘડવામાં આવેલ છે. કોઈ પણ ચક્રવાત હોય તેનું એક વખત નામ આપવામાં આવ્યું હોય તેવું જ નામ બીજી વખત આપી શકાય નહીં, વાવાઝોડાનું કોઈપણ નામ હોય તેમાં વધુમાં વધુ એક આઠ અક્ષરનું જ નામ હોવું જરૂરી છે, વાવાઝોડાનું નામ કોઈ જનસંખ્યા કે કોઈ મોટા સમાજ વર્ગની ભાવનાને ઠેસ પોહચે તેવું રાખી શકાતું નથી.