વેરાવળ : 3.5 વર્ષની બાળકીને સાપ કરડતા પિતા પાસે દવાખાને લઈ જવા પૈસા નહોતા, પોલીસ દેવદેતું બનીને આવી, PI સાહેબ કહ્યું કે, રૂપિયાના અભાવે કોઈનો જીવ….
આપણા દરેકના મનમાં પોલીસ પ્રત્યે ડર બેસી ગયો છે પરંતુ ખરેખર તો ‘પોલીસનું હૃદય હજુ એટલું ધબકે જે પ્રજાજનો માટે છે. હાલમાં જ એક હદયસ્પર્શી ઘટના બની છે વેરાવળમાં એક ગરીબ પરિવારની 4 વર્ષની બાળકીને સાપ કરડી ગયો હતો, પરંતુ પરિવાર પાસે તેને દવાખાને લઈ જવા માટે ભાડું પણ નહોતું ત્યારે સ્થાનિક પોલીસ તેમની મદદે આવી હતી અને મોતના મુખ સુધી પહોંચી ગયેલી બાળકીને બચાવી લીધી હત. આ રીતે પોલીસે દિવાળીના તહેવાર પહેલાં એક પરિવારનો દીવો બુઝાતા બચાવી લીધો હતો.
પીડિત દીકરીના પિતા વજુભાઈ કાળાભાઈ મેવાડા પરિવાર સાથે સુત્રાપાડા નજીક આવેલા બરેવલા ગામમાં રહે છે અને મજૂરી કરી ગુજરાન ચલાવે છે. 17 ઓક્ટોબરે બાળકો વાડીમાં રમતાં હતાં ત્યારે તેમની પત્ની 3.5 મહિનાના દીકરા ધર્મેશને લઈને વાડીમાં બીજી તરફ બેઠી હતી. બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે રમતાં રમતાં વૈશાલીને સાપ કરડી ગયો, પરંતુ એને કંઈ જ ખબર નહોતી અને થોડીવાર પછી વૈશાલીની હાલત ખૂબ જ બગડવા લાગી. એ કંઈ બોલતી જ નહોતી અને ઊલટીઓ કરતી હતી. ઉપરાંત ફીણ પણ આવી ગયું હતું.
બેભાન થઈ ગયા બાદ અમને કોઈ આશા જ નહોતી. દીકરીને સરકારી દવાખાને લઈ ગયો. સરકારી દવાખાના વાળા ડૉક્ટરે આગળ લઈ જવાનું કહ્યું હતું અને ‘દવાખાનામાં ડૉક્ટર્સે પણ કહી દીધું હતું કે આની હાલત બહુ જ ગંભીર છે. આવા સમયે એએસઆઈ વિપુલ રાઠોડ દીકરી માટે દેવદેતું બનીને આવ્યા હતા. પોલીસ ઓફિસરે દીકરીના પિતાને સાંત્વના અને હિંમત આપી તેમજ કહ્યું કેખર્ચ એક લાખનો આવે કે દોઢ લાખનો આવે. તમે મૂંઝાશો નહીં.
આપણી છોકરી બચી જવી જોઈએ. પછી વૈશાલીને લઈને ખાનગી હોસ્પિટલમાં ગયા. ત્યાં એના હાથમાં અને પગમાં પણ બાટલા ચઢાવ્યા. ઇન્જેક્શનો આપ્યા. એક કલાક પછી છોકરી ભાનમાં આવી. એણે પાણી માગ્યું. પણ ડૉક્ટરે પાણી આપવાની ના પાડી હતી. પછી ધીમે ધીમે બોલવા લાગી એટલે મને થયું કે હવે બચી જશે અને આખરે ચાર દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી આખરે બાળકી સ્વસ્થ થઈ ગઈ અને આ બધું માત્ર થઈ શક્યું વેરાવળની પોલીસ ટિમનાં લીધે.
વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના PI સુનિલકુમાર ઈશરાણીએ આ બનાવ અંગે જણાવ્યું કે, ASIવિપુલભાઈ રાઠોડ દવાખાનાની ડ્યૂટીમાં હતા. એમણે મને જાણ કરી હતી કે ગરીબ પરિવારની 4 વર્ષની દીકરીને સર્પદંશ થયો છે. એને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા છે, પરંતુ વધુ ટ્રીટમેન્ટ માટે આગળ જવું પડે અથવા ખાનગી હોસ્પિટલમાં જવું પડે તેમ છે. પિતાને ખાનગી હોસ્પિટલમાં જવું પરવડે તેમ નથી. અમારા ASI વિપુલ રાઠોડ અને અમે બધાએ ફાળો આપવાનું નક્કી કર્યું. ભાડાના અભાવે બાળકીનું મોત થાય એ ઘણું ખરાબ કહેવાય. પછી અમે સત્યમ હોસ્પિટલમાં વાત કરી અને દીકરીને વેન્ટિલેટર પર રાખી.
ડૉક્ટરે પણ સામાન્ય ફી લીધી અને અમે પણ અમારાથી બનતી મદદ કરી. અત્યારે તો બાળકી ફાઇન છે. સારવાર 15 હજાર રૂપિયા જેવી સામાન્ય રકમમાં પતી ગઈ હતી. ડૉક્ટર્સે પણ અમને ઘણું કો-ઓપરેટ કર્યું હતું. પરિવાર પાસે ટ્રીટમેન્ટ તો દૂરની વાત છે, પરંતુ ભાડાના રૂપિયા પણ નહોતા. એના પિતાએ આશા મૂકી દીધી હતી કે ભાડાના રૂપિયા પણ નથી તો સારવાર કેવી રીતે કરાવવી? ત્યારે ASI વિપુલભાઈએ કન્ટ્રીબ્યુશન કરવાનો આઇડિયા આપ્યો હતો.’PI ઈશરાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ક્રૂશિયલ મોમેન્ટ હોય તો એમાં મદદ કરતાં હોઈએ જ છીએ.
પોલીસનું હૃદય હજુ એટલું ધબકે છે કે નાણાકીય બાબતોને લઈ કોઈના જીવ જોખમમાં ન મુકાવવા જોઈએ.’PI ઈશરાણી 2010માં સીધી ભરતીમાં PSI તરીકે જોડાયા હતા. એ મૂળ જામનગરના વતની છે અને એન્જિનિયરિંગ ઉપરાંત માસ કમ્યુનિકેશનનું પણ ભણ્યા છે. પોલીસ સામાન્ય રીતે આવા સેવાના કામો કરતી જ રહેતી હોય છે. ક્યારેક વાલીવારસ ન મળે તો અંતિમ સંસ્કાર કરવા, કોઈ દાખલ હોય પણ સારવારના રૂપિયા ન હોય તો એને મદદ કરવી ઉપરાંત અન્ય કેટલાય કામો કરવા તેમના માટે રૂટિન જેવું કામ છે.